મવડી માં આવેલી સરકારી ખરાબા સર્વે નંબર ૧૪૯ ની જમીનમાં બંધાઈ ગયેલા ચાર મકાનો આજે તોડી પાડવામાં આવ્યા હતા. મામલતદાર ની આગેવાની હેઠળની ટીમ યારે દબાણ હટાવ કામગીરી માટે સ્થળ પર પહોંચી ત્યારે મકાનોને તાળા હતા અને આમ છતાં અંદર રહેલા ઘરવખરી સહિતના માલ સામાનને બહાર કાઢવાની દરકાર રાખ્યા વગર ઓપરેશન કરી દેવાતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
ઓપરેશન થયા પછી પ્રભાબેન સાગઠીયા, કે. એમ. પાતર, કે. એમ. સાગઠીયા, નિમેષભાઈ મકવાણા સહિતનાઓ ડી.ડી.સોલંકીની આગેવાની હેઠળ નવી કલેકટર કચેરીમાં એકત્ર થયા હતા અને ગેરકાયદેસર રીતે દબાણ હટાવ કામગીરી કરનારાઓ સામે પગલા ભરવા, આર્થિક નુકસાન વળતર આપવાની માગણી કરી છે અને જણાવ્યું છે કે યાં સુધી અમારી આ માગણી સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઘર પરિવાર સાથે કલેકટર કચેરીમાં ધામા નાખીને આંદોલન કરીશું.
પ્રભાબેન મેરામભાઇ સાગઠીયા સહિતનાઓની સહી સાથે જિલ્લા કલેકટર તંત્રને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે જમીન દબાણના આ મામલે કલેકટરના રેવન્યુ અપીલ બોર્ડમાં અત્યાર સુધી કેસ ચાલતો હતો. કલેકટરે થોડા સમય પહેલા જ અમારી અરજી કાઢી નાખી છે અને આ જમીન સરકારી હોવાનું ઠરાવ્યું છે. પોતાના આ ચુકાદા સામે ૯૦ દિવસમાં અપીલ કરવા માટે છૂટ પણ આપવામાં આવી છે. તારીખ ૨૭ ડિસેમ્બરના કલેકટરે પોતાનો ચુકાદો જાહેર કર્યેા છે અને હજુ ૯૦ દિવસમાં ઘણા દિવસો બાકી હોવા છતાં આજે કોઈપણ જાતની નોટીસ આપ્યા વગર ઘરવખરીથી ભરેલા મકાનો પર બુલડોઝર ફેરવી દઈને અમને રોડ પર લાવી દીધા છે. કુદરતી ન્યાયના કોઈ સિદ્ધાંતનું આમાં પાલન થયું નથી.જેમણે પણ દબાણ હટાવ ઓપરેશન કયુ છે તેમણે ગેરકાયદેસર રીતે આ કામગીરી કરી છે. આવા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ અને અમને નુકસાન વળતર મળવું જોઈએ. યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે ઘર પરિવાર સાથે કલેકટર કચેરીમાં ઘરણા પર બેસવાના છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech