ઉપલેટાના પડવલામાં નામચીન શખસના વૈભવી બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયું
ઉપલેટાના પડવલામાં નામચીન શખસના વૈભવી બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયું
May 02, 2026 11:59 AM
ભાયાવદર પોલીસે પડવલા ગામે સરકારી જમીન પર ખડકેલા નામચીન ગુનેગારના વૈભવી બાંગ્લા પર બુલડોઝર ફેરવી દીધું હતું. ભાયાવદર પોલીસ મથક વિસ્તારના પડવલા ગામે ગત તા.૩૦૦૩૨૦૨૬ ના રોજ ફરીયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડીયા પોતાનુ મોટર સાયકલ લઈને ઘરે હતા હોય ત્યારે પડવલા ગામની પ્રા.શાળા પાસે પહોંચતા આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા તથા તેનો દીકરો નોમાન તથા ત્રણ અજાણ્યા શખ્સો થાર ફોરવ્હીલ વાહન વડે ફરીયાદીને મારી નાખવાના ઈરાદે ફરીયાદીના બાઈક પાછળ ઠોકર મારી ફરીયાદીને પછાડી દઈ બેઝબોલના ધોકા તથા પાઈપ વડે શરીરે આડેધડ માર મારી ગંભીર ઈજા કરી નાસી ગયેલ હતાં. જે બાબતે તા.૩૧૦૩૨૦૨૬ ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.જે ગુનાના આરોપી નોમાનભાઇ ઉર્ફે ધારાગઢી અલીમામદ શેઠા (રહે.પડવલા ગામ) અલ્તાફ ઉર્ફે અફલો ગુલમહમદ જેડા (રહે.ઉપલેટા), અયાન ઉર્ફે સર્વિસ મુસ્તાકભાઇગણોદ વાલા (રહે.ઉપલેટા) અને એક સગીરની અટક કરવામાં આવેલ અને આરોપીની પુછપરછ દરમ્યાન ગુનો આરોપીઓએ પુર્વ આયોજીત કાવત રચી કરેલ હતો. તેમજ આરોપીઓ સાથે કાવતરામાં વોચમાં રહેલ આરોપીઓ શાહખ ઉર્ફે મસ્તાન બોદુ નોઇડા, સોયમ ઉર્ફે સોહિલ વલીમામદ ધાવડા (રહે.પડવલા ગામ) ની પણ અટક કરવામાં આવેલ હતી.તેમજ ગુનાના મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા (રહે.પડવલા ગામ, મુળ ગામ ધારાગઢ,ભાણવડ) ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોય જેથી ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ એસપો વિજયસિંહ ગુર્જર દ્રારા ગુન્હામા સંડોવાયેલ આરોપીઓનો ગુનાહીત ઈતિહાસ ચકાસી તાત્કાલીક પકડી પાડી તેઓની ગેરકાયદેસર મિલ્કત બાબતે તપાસ કરવાની આપેલ સુચનાથી એએસપી સીમરન ભારદ્રાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એ.બી.જાડેજા દ્રારા આરોપી અલીમામદ તૈયબ શેઠાની મિલ્કત બાબતે તલાટીકમ મંત્રી પડવલા ગ્રામ પંચાયત પાસેથી માહીતી મેળવતા આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ ઉપર સરકારી જમીનમા ૩૦૦ ચો.વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી આલીશાન મકાન (આશરે ૧ કરોડ) નુ બનાવેલ હોય જેથી દબાણ દુર કરવા માટે પડવલાગ્રામ પંચાયત સરપચં તલાટીકમ મંત્રી દ્રારા સરકારી જમીનમાં દબાણ દુર કરવા નિયમાનસાર નોટીશ ચોટાડી હતી, પરંતુ આરોપીએ નોટીસનો ઉલ્લંઘન કરતાં મામલતદારને સાથે રાખી ડીમોલેશન કયુ હતું. ઉલ્લેખનીય છે કે આરોપી વિદ્ધ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યાનો પણ ગુનો નોંધાયેલ છે. તેમજ તે સિવાય તેમની વિદ્ધ હત્યા હત્યાનો પ્રયાસ, આમ્ર્સ એકટ સહિતના ૧૩ થી વધુ ગંભીર ગુના પણ નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે