ગોંડલમાં દારૂનાં ધંધાર્થીઓનાં બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

  • March 29, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલ પોલીસે અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમોએ કરેલ  ગેરકાયદેસર બાંધકામ  પર બુલડોઝર ફેરવી આકરી. કાર્યવાહી કરીછે. પોલીસે વોરાકોટડા રોડ ઉપર આવેલ પંચપીરની ધાર પાસે રહેતા દાનાં ધંધાર્થી ઈરફાન ઉર્ફે ઈફુ હસનભાઈ કટારીયાના રહેણાંક સ્થળોએ બાંધકામ તોડી પડાયા હતા.
રાજકોટ જિલ્લ ા એસપી હિમકર સિંહના માર્ગદર્શનમાં છેલ્લ ા કેટલાક દિવસોથી અસામાજિક ગુંડા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે  ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગેરકાયદે કરેલ બાંધકામો અને સરકારી જમીનો પર કરેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.
 બી.ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.ગોસાઈ , પીએસઆઈ જે.એલ.ઝાલા તથા સિટી મામલતદાર દિપક ભટ્ટ ,ચીફ ઓફિસર વ્યાસ સહિતના સ્ટાફની ઉપસ્થિતમાં  અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી તેમની મિલ્કતોની તપાસ કરેલી. જેમાં બુટલેગર ઈરફાન ઉર્ફે ઈફુ હસનભાઈ કટારીયા એ પોતાના રહેણાંક મકાનની બાજુમાં મકાન  બનાવી સરકારી દબાણ કયુ હતું.જેનો રિપોર્ટ થતા જ પોલીસ તત્રં અને વહીવટી તંત્રએ  દબાણ દુર કયુ હતું. ઉપરાંત ત્રણ મહીલા બુટલેગરો એ કરેલા દબાણ પણ તોડી પડાયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application