BREAKING NEWS

દબાણ યુક્ત જમીન પર બુલડોઝર ચાલ્યું; ૬૮.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાઈ

  • May 12, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકા હેઠળના વેસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૦ અને વોર્ડ નં.૧૧માં ટાઉન પ્લાનીગ શાખા દ્વારા ડીમોલીશન પ્રક્રિયા હાથ ધરી ૬૮.૯૭ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. તેમજ ટીપી રોડ પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેમજ એક આસામી દ્વારા કરવામાં આવેલું વધારાનું બાંધકામ પણ દૂર કરવાની કામગીરી રાજકોટ મનપા દ્વારા કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં થયેલા દબાણો મહાનગરપાલિકાને ધ્યાને ચઢતા મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજરોજ સવારથી જ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, મ્યુનિસિપલ કમિશનરના આદેશાનુસાર વેસ્ટ ઝોન વિસ્તારમાં અનામત પ્લોટમાં કરવામાં આવેલ દબાણ દૂર કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર ૧૧ ટી. પી. સ્કીમ નં.૧૦-મોટામવા, અંતિમખંડ નં.૭૯/એ (પાર્કિંગ), કટારીયા ચોકડી, મોટામવા તાલુકા પોલીસ સ્ટેશન સામેથી ૧-મકાન અને ૭ થી ૮ ઝૂંપડા દૂર કરી ૬૮.૯૭ કરોડ રૂપિયાની ૬૨૭૧ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે. ટી.પી./ડી.પી. રોડમાં દુર કરવામાં આવેલ દબાણની વિગત જોઈએ તો, વોર્ડ નંબર ૧૧ ટી.પી. સ્કીમ નં.૨૦-નાનામવા, ૧૮.૦૦ મી. ટી.પી. રોડ, ભીમનગર ૮૦' રોડ, નાનામવા પરથી ૩૦-વાણીજ્ય+રહેણાંક મળી કુલ ૨૬૫.૦૦ મી. લંબાઈનું બાંધકામ દૂર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય ૨૬૦(૧) નોટીસ અન્વયે દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેની વિગત જોઈએ તો, વોર્ડ નંબર ૧૦માં પ્લોટ નં.૪૧/એ, શ્રી પ્રકાશ કો.ઓ.હા. સોસાયટી, રૈયા રોડ, શેરી નં.૪/૫ કોર્નર પર એક રહેણાંક આસામી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું. જે સ્વેચ્છાએ દૂર કરવામાં ન આવતા તંત્ર દ્વારા નોટીસ પાઠવવામાં આવેલ અને હિયરીંગ કર્યા બાદ મંજુર કરાવેલ બિલ્ડીંગ પ્લાન વિરુધ્ધનું વધારનું કરવામાં આવેલ બાંધકામ અંદાજીત ૪.૦૦ ચો.મી. નું બાંધકામ દુર કરેલ છે. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application