રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના આદેશથી આજે સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નંબર ૩ માં આવેલા માધાપર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું અને ૨૦ જેટલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
વિશેષમાં અંગે મ્યુનિ.અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે એડિશનલ સીટી એન્જિનિયર એ.એ.રાવલ સહિતની ટીમ વિજિલન્સ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને માધાપર ટીપી સ્કીમ નંબર ૩૮૧ ઉપરના કુલ બે ૧૮ મીટરના ટીપી રોડ ઉપરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સૌ પ્રથમ માધાપર તાલુકા સ્કૂલ વાળા ૧૮ મીટર ના રોડ ઉપર આવેલા છ જેટલા ગેરકાયદેસર રહેણાંક મકાનો બે કોમર્શિયલ હેતુના ગેરકાયદેસર બાંધકામો અને એક કમ્પાઉન્ડ વોલ સહિતના ૯ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ત્યારબાદ ધ સ્પેસ એપાર્ટમેન્ટની પાછળ આવેલા ૧૮ મીટરના ટીપી રોડ ઉપર થી છ રહેણાંક મકાનો ચાર ઔધોગિક સેડ અને કમ્પાઉન્ડ વોલ સહિતના કુલ ૧૧ જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આ મુજબ માધાપર વિસ્તારમાં આજે કુલ ૨૦ જેટલા ગેરકાયદે બાંધકામોનો સફાયો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PM108 ટિમની ઈમાનદારીની કાર્યશેલી દર્શાવી
January 18, 2025 06:14 PMજિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
January 18, 2025 05:54 PMકોલકાતા બળાત્કાર-હત્યા કેસનો આરોપી સંજય રોય કેવી રીતે પકડાયો? CBI કેવી રીતે ગુનો સાબિત કર્યો
January 18, 2025 05:28 PMસૈફ અલી ખાનના હુમલા કેસમાં મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક શંકાસ્પદવ્યક્તિની ધરપકડ કરી
January 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech