ઉચ્ચ અધિકારીઓની હાજરી : ૯૭૨૦ બોટલ-ટીનનો નાશ કરાયો
જામનગર નજીક એરપોર્ટ ખાતે તાજેતરમાં લાખની કિંમતના દા-બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવ્યા બાદ ગઇકાલે લાલપુરની ઢાંઢર નદી પાસે શરાબ-બિયરના જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, આશરે ૫૨.૪૬ લાખની કિંમતનો આ જથ્થો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મંજુરી મુજબ નાશ કરાયો હતો.
જામનગર એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સમિતીના અઘ્યક્ષસ્થાને લાલપુર વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક આઇપીએસ પ્રતીભા તેમજ સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ લાલપુર એસ.જે. અસવાર, લાલપુરના ઇન્ચાર્જ તથા મેઘપરના પીઆઇ પી.જી. જયસ્વાલ, પોલીસ સ્ટાફ, નશાબંધી અને આબકારી અધિકારી એસ.સી. વાળા તથા જામજોધપુરના ઇન્ચાર્જ પીઆઇ વી.એસ. પટેલ, શેઠવડાળા પોલીસ સ્ટેશનની હાજરીમાં ગઇકાલે લાલપુરના ઢાંઢર નદીના કાંઠે અગાઉ પોલીસ દ્વારા ગુનાના કામે કબ્જે કરાયેલ શરાબી-બિયરનો જથ્થો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભારતીય બનાવટનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ઇંગ્લીશ દા અને બિયર ટીન તેમજ ચપટા ૯૭૨૦ જેની અંદાજે કિ. ૫૨.૪૬.૦૬૭ કોર્ટના હુકમ અન્વયે સમિતીના અઘ્યક્ષ અને સમિતીના સભ્યોની હાજરીમાં આ જથ્થા પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો.