કેડિલા ફાર્માના એમડી સામે દુષ્કર્મની બલ્ગેરિયન યુવતીની હાઈકોર્ટમાં અરજી

  • November 22, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેડીલા ફાર્માસ્યુટિકલના સીએમડી રાજીવ મોદી પહેલા ઘરેલુ હિંસાના કેસ પછી ગુજરાતમાં રૂપિયા 200 કરોડના સૌથી મોટા છુટાછેડાના સેટલમેન્ટ બાદ ફરી વિવાદમાં ફસાયા છે આ વખતે બલગેરિયાની એક યુવતીએ રાજીવ મોદી એ પહેલા પોતાની ફ્લાઈટ અટેન્ડન્ટ અને પછી અંગત સચિવ તરીકે રાખી અને કંપ્નીના અન્ય અધિકારીએ પણ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં થતા ઉદ્યોગ જગતમાં સોંપો પડી ગયો છે એટલું જ નહીં બલગેરિયાની આ યુવતીએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશનમાં આક્ષેપ કર્યો છે કે રાજીવ મોદી સામે પોલીસમાં તો પહેલા ફરિયાદ લેવાની ના પાડી દીધેલી બાદ તે હાઇકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો હતો.તે પૂર્વે ધાક ધમકી અને દબાણ આખરે સમાધાન કરાવ્યું હતું અને ગ્રામ્ય કોર્ટની ફરિયાદ રદ કરાવી હતી. આ પિટિશનમાં તેણે રાજીવ મોદી અને જોન્સ મેથ્યુ સામે જાતીય સતામણી દુષ્કર્મ સહિતના ગુના નોંધવા વસ્ત્રાપુર પોલીસ ની ગેર વર્તુણક બાબતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કોર્ટમાં રજૂ કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં પિટિશન કરી છે જેના પર ચોથી ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.

યુવતીના વકીલે આપેલી વિગત મુજબ કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં બલગિરિયાની 27 વર્ષની યુવતી એમ્પ્લોય તરીકે 24 નવેમ્બર 2022 ના રોજ જોડાય હતી કેડીલા ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા છારોડી ખાતે રહેવાની વ્યવસ્થા કરી હતી જે કેડીના ફાર્માસ્યુટિકલ કંપનીના સીએમડી રાજીવ મોદીના ઘરની બાજુમાં રાખવામાં આવી હતી આ પછી કંપ્નીમાં કામ કરતા જોન્સ મેથ્યુ એ યુવતીને બટલર કમ પર્સનલ ફલાઈટ એટેન્ડસ તરીકે રાખી હતી પરંતુ બટલર કમ પર્સનલ આસિસ્ટન્ટની કામગીરી કરાવવામાં આવતી હતી.

ભોગ બનનાર યુવતીને ઇન્ડક્શન પ્રોગ્રામ શરૂ કરીને જુદા જુદા વિભાગમાં કામગીરી બતાવવામાં આવી હતી તારીખ 21 ફેબ્રુઆરી 2020 ના રોજ કંપ્નીના મેનેજરનો યુવતી પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે સીએમડી સાથે ઉદયપુર જવાનું છું. ઉદેપુરથી પરત ફરતા સીએમડી જાતીય ટિપ્પણી કરી હતી અને એકદમ શરમાળ છે તેને ખૂબ બોલડ થવું જોઈએ અને આ પછી 23 ફેબ્રુઆરી 2023 ના રોજ જમ્મુ સીએમડી સાથે જવાનું કહયુ હતું.ત્યારે કે કે.પી.એ તરીકેની નોકરી કરવા માંગતી હોય તો કોઈ છોછ જ હોવો ન જોઈએ આ સમયે યુવતી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં મુકાય હતી.

તા.24 અને 26 ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્ય અને વ્યવહાર ની જાતીય સતામણી કરી હતી આ અંગે ભોગ બનેલી યુવતીએ મહિલા આયોગ ,નવરંગપુરા પોલીસ મથક સોલા પોલીસ મથક મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના સીએમડી રાજીવ ઇન્દ્રવદન મોદી અને તેમને મદદ કરનાર જોન્સ મેથ્યુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત જાણ કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આખરે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના સીએમડી રાજીવ ઇન્દ્રવદન મોદી અને તેમની મદદ કરનાર જોન્સ મેથ્યુ સામે ખાનગી ફરિયાદ કરી હતી જેમાં ભોગ બનેલી યુવતીએ એફિડેવિટની સાથે 28 દસ્તાવેજ રજૂ કયર્િ હતા કોર્ટમાં યુવતીએ  જોશી પર કેટલાક કાગળ ઉપર સહી કરાવી લેવાનો આક્ષેપ પણ કોર્ટમાં કર્યો હતો. આમ છતાં કોર્ટે તેની ફગાવી દીધી હતી.

યુવતીના વકીલ રાજેશ મિશ્રા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ રિટ અરજી કરીને દાદ માંગી હતી કે વસ્ત્રાપુર પોલીસ મથકમાં ધાક ધમકી આપીને એફિડેવિટ કરાવવામાં આવી હતી જેથી કરીને વસ્ત્રાપુર પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ કબજે કરવા જોઈએ મહિલા પોલીસ મથકમાં કરેલી ફરિયાદના આધારે એફઆઇઆર દાખલ કરવી અને યોગ્ય તપાસ કરવી જોઈએ જેના આધારે કોર્ટ સરકારને નોટિસ કાઢીને આગામી 4થી ડિસેમ્બરના રોજ સુનાવણી રાખી છે.

રાજીવ મોદી સામે પત્નીએ જ વ્યભિચારનો આરોપ મૂક્યો હતો
વાર્ષિક 2000 કરોડનું ટર્નઓવર ધરાવતી કેડીલા ફાર્માસ્યુટિકલના ચેરમેન રાજીવ ઇન્દ્રવદન મોદી અને મોનિકા ના 26 વર્ષના લગ્ન જીવન નો પાંચ વર્ષ પહેલા અંત આવ્યો હતો કેડીલા ફાર્માસ્યુટિકલ ના ચેરમેન રાજીવ મોદી અને મોનિકા નો ઝગડો સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં વકીલો અને પોલીસ સાથે છ કલાકની મેરેથોન વાટાઘાટ બાદ 200 કરોડમાં છૂટાછેડા લેવાનું નક્કી થયું હતું. આ બંને જણાએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી જેને મંજૂરી મળી હતી દેશભરમાં સૌથી મોટી રકમનું ભરણપોષણ લઈને છૂટાછેડા લેવા આ બનાવમાં રાજીવ મોદી સામે તેની પત્ની મોનિકાએ વ્યભિચાર નો આરોપ પણ મૂક્યો હતો.

જવાબ ન મળતા ફરિયાદ દફતરે કરાઈ-સોલા પોલીસ
સોલા પોલીસ સ્ટેશનમાં વિદેશી મહિલાએ ફાર્મા કંપનીના સીએમડી સહિત બે જણા સામે સેક્સયુઅલ હેરેસમેન્ટ નો આક્ષેપ કરતી અરજી કરી હતી આ અરજીની તપાસમાં અરજદાર પોતે જવાબ લખવા માટે આવતા ન હોવાથી અરજદારે આ મામલે અગાઉ મહિલા પોલીસ સ્ટેશનમાં પણ અરજી કરી હતી જે અંગે અમે રિપોર્ટ કરી કાગળ મંગાવ્યા હતા જે કાગળમાં તેઓ જવાબ તેમજ અન્ય તપાસના મુદ્દાઓ આધારે તેઓની અરજી દફતરે કરી હોવાનું સોલા પોલીસ સ્ટેશનના તત્કાલીન પી.આઈ જીગ્નેશ અગ્રવાતે જણાવ્યું છે.

મહિલા પોલીસ સ્ટેશનમાં જાતે આવીને જ અરજી બંધ કરાવી-હિમાલા જોશી
મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપી હિમાલા જોશી એ જણાવ્યું છે કે અરજદાર મહિલા જાતે જ પોતાની અરજી બંધ કરાવી હતી અને મહિલા પર પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી આ બાબતે હાઇકોર્ટ અમને જવાબ માટે બોલાવશે તો અમે બધી જ રજૂઆતો કરીશું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application