રાજકોટ શહેરમાં છેલ્લા એક વર્ષમાં વિકાસની દિશા જાણે પશ્ચિમથી પલટાઇને પૂર્વ તરફ આવી ગઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ગત વર્ષમાં કુલ ૬૫૦૬ બિલ્ડીંગ પ્લાન મંજુર થયા હતા જેમાં શહેરના ઇતિહાસમાં ત્રણેય ઝોનમાં સૌથી વધુ ૩૦૫૨ બિલ્ડીંગ પ્લાન પૂર્વ રાજકોટ મતલબ કે ઉપલાકાંઠા વિસ્તારમાં મંજુર થયા છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા માહિતી મુજબ ગત વર્ષ–૨૦૨૩માં ઇસ્ટ ઝોનમાં સૌથી વધુ ૩૦૫૨ બિલ્ડીંગ પ્લાન, વેસ્ટ ઝોનમાં ૨૧૪૮ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૩૦૬ પ્લાન મળી સમગ્ર શહેરમાં કુલ ૬૫૦૬ બિલ્ડીંગ પ્લાન મંજુર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૯૮થી ૨૦૨૩ સુધીના છેલ્લા ૨૫ વર્ષથી લગાતાર બિલ્ડીંગ પ્લાન એપ્રુવલ અને પ્રોપર્ટી ટેકસ કલેકશનમાં પશ્ચિમ રાજકોટ મોખરે રહેતું હતું. પ્રથમ વખત બિલ્ડીંગ પ્લાન એપ્રુવલમાં પૂર્વ રાજકોટ આગળ નીકળ્યું છે, જો કે વેરો ભરવાની બાબતમાં તો દાયકાથી સૌથી છેલ્લા સ્થાને જ છે. પૂર્વ રાજકોટ વિસ્તારમાં નવા બાંધકામોનું પ્રમાણ વધવાની સાથે સાથે એફએસઆઇ ખરીદવાનું પ્રમાણ પણ વધ્યું છે. મહાપાલિકાને પેઇડ એફએસઆઇની આવકમાં વધારો થયો છે તેમાં પણ પૂર્વ રાજકોટમાં અગાઉના વર્ષેાની તુલનાએ વધુ એફએસઆઇ ખરીદવામાં આવી છે. સામાન્ય રીતે મહદ અંશે રહેણાક વિસ્તાર એવા ઉપલા કાંઠામાં હવે શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ, હાઇરાઇઝ એપાર્ટમેન્ટ તેમજ હાઇરાઇઝ કોમર્શિયલના પ્લાન પણ મુકાવા લાગ્યા છે. પૂર્વ રાજકોટ સમગ્ર શહેરમાં પ્રથમ ક્રમે આવ્યું છે તેનું એક કારણ ટીપી સ્કીમો ફાઇનલ થઇ છે અને ટીપી સ્કીમોના રોડ નેટવર્કના કબજા લઇને ત્યાં આગળ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે તે પણ છે
પેડક રોડ, સતં કબીર રોડ, કુવાડવા રોડ,મોરબી રોડ ઉપર હાઇરાઇઝ એપાર્ટમેન્ટ
પૂર્વ રાજકોટમાં પેડક રોડ, સતં કબીર રોડ અને કુવાડવા રોડ વિસ્તારમાં હવે એપાર્ટમેન્ટ કલ્ચરની એન્ટ્રી થઇ છે, અગાઉ એક સોસાયટીમાં એકાદ લો રાઇઝ એપાર્ટમેન્ટ જોવા મળતું હતું, યારે હવે વર્ટિકલ ડેવલપમેન્ટની પ્રોત્સાહક જોગવાઇઓનો લાભ મળતા ઉપલાકાંઠે અનેક હાઇરાઇઝ એપાર્ટમેન્ટ બનવા લાગ્યા છે.
ઉપલાકાંઠાનો સ્વબળે સ્વયંભૂ વિકાસ; પશ્ચિમ રાજકોટને પ્રોજેકટસની સોગાદ
પૂર્વ રાજકોટ હેઠળના ઉપલાકાંઠા વિસ્તારને રાજકોટ મહાપાલિકા તત્રં દ્રારા દાયકાઓથી અન્યાય કરાયો છે, કયારેય વિકાસકામોના કોઇ મોટા પ્રોજેકટસની ભેટ પૂર્વ રાજકોટને અપાઇ નથી, યારે વિકાસકામોના તમામ મોટા અને નવા પ્રોજેકટસની સોગાદ પશ્ચિમ રાજકોટને જ અપાઇ છે. જો કે છેલ્લા એકાદ વર્ષથી એકાએક ચિત્ર પલટાવા લાગ્યું છે
ઓડીપીએસથી ડિજિટલ ક્રાંતિ૯૪ ટકા પ્લાન ઓનલાઇન ઇનવર્ડ
રાજકોટ સહિત રાજયમાં ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ (ઓડીપીએસ)થી ડિજિટલ ક્રાંતિ આવી છે. ગત વર્ષમાં કુલ ૬૫૦૬ બિલ્ડીંગ પ્લાન મંજુર કરાયા હતા જેમાંથી ૯૪ ટકા મતલબ કે ૬૧૧૩ પ્લાન ઓનલાઇન અને ફકત છ ટકા અર્થાત ૩૯૩ પ્લાન ઓફલાઇન ઇનવર્ડ ઇનવર્ડ કરાયા હતા
મોરબી રોડનો સૌથી ઝડપી વિકાસ કોઠારીયામાં પણ બંબાટ બાંધકામો
પૂર્વ રાજકોટમાં નવા બાંધકામોની બાબતમાં મોરબી રોડ સૌથી મોખરે છે. રહેણાંક અને કોમર્શિયલ બન્ને પ્રકારના બાંધકામો મોરબી રોડ ઉપર વધુ ચાલી રહ્યા છે. શહેરની દક્ષિણ વિધાનસભા બેઠક હેઠળના પરંતુ હાલની સ્થિતિએ મહાપાલિકાના પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ્ર કોઠારીયામાં પણ બંબાટ નવા બાંધકામો ચાલી રહ્યા છે. અલબત્ત હવે પછીથી કોઠારીયા સાઉથ ઝોન ગણાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech