રાજય સરકાર દ્રારા મહેસુલી જંત્રીના દરમાં અસહ્ય તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો હોય રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા નવી જંત્રીના જંગી દર સામે એલાન–એ–જગં કરવામાં આવ્યું છે. આજે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા નવી જંત્રીના સૂચિત દર વધારા સામે વિશાળ મૌન રેલી યોજી અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
જંત્રી દરમાં તોતિંગ વધારો સુચવવામાં આવતા મકાનો મોંઘા થશે અને સામાન્ય માનવીનું ઘરનું ઘર ખરીદવાનું સ્વપન રોળાઇ જશે તેમ કહી વિરોધ કરાયો હતો તેમજ જંત્રીની અસર ફકત બાંધકામ ઉધોગ જ નહીં પરંતુ બાંધકામ ઉધોગ સાથે સંકળાયેલા વિવિધ ૩૮૦થી વધુ વ્યાવસાયિકો અને ધંધાર્થીઓને પણ અસરકર્તા બનશે. જંત્રી દર વધારવાથી વ્યાપક મોંઘવારી વધશે તેથી આ મામલે સરકાર દ્રારા ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા જંત્રીના વિરોધમાં યોજયેલી ઉપરોકત રેલીને રેવન્યુ પ્રેકિટશનર્સ એસોસિએશન, આર્કિટેકટસ એસોસિએશન, કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ એસોસિએશન, રિઅલ એસ્ટેટ એજન્ટ એસોસીએશન, બાંધકામ કોન્ટ્રાકટર્સ તેમજ મજુરો શીતનાઓએ ટેકો જાહેર કર્યેા હતો અને તેઓ પણ રેલીમાં જોડાયા હતા. રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્રારા આયોજિત રેલીમાં બિલ્ડર્સ અને ડેવલપર્સ સહિત પ૦૦૦થી વધુની મેદની ઉમટી પડી હતી. મૌન રેલી નીકળી ત્યારે રાજમાર્ગેા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આગામી દિવસોમાં જો સરકાર દ્રારા જંત્રી મામલે ફેર વિચારણા કરવામાં નહીં આવે તો ક્રેડાઇ ગુજરાતના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો આપીને જંત્રી સામેની લડત સતત ચાલુ રાખવામાં આવશે તેમ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ પરેશ ગજેરાએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech