જામ્યુકોનું બજેટ 1500 કરોડથી વધુ રહેવાની ધારણાં: વેરામાં ખાસ વધારો હશે નહી

  • January 24, 2025 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુભાષ શાક માર્કેટ, નવું સ્મશાન, 50 ઇલેકટ્રીક બસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રીવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર અને પાણીનું નેટવર્ક, ક્રિકેટ મેદાન, સાયન્સ નોલેજ પાર્ક સહિતના અનેક પ્રોજેકટ ફરીથી દોહરાવાશે: મિલ્કત વેરામાં થોડો વધારો થાય તેવી શકયતા: ફુલગુલાબી બજેટ બનાવવા અધિકારીઓ કામે લાગ્‌યા


જામનગર મહાનગરપાલિકાનું 2023-24માં ખાસ કોઇ વેરા નાખવામાં આવ્યા ન હતાં, પરંતુ આગામી બજેટમાં મિલ્કત વેરા તથા કેટલાક નાના-મોટા નાખવામાં આવે તેવી શકયતા છે જો કે આ મહીનાના અંતમાં મ્‌યુ.કમિશ્નર દ્વારા બજેટ સ્ટે.કમિટીમાં રજૂ કરવામાં આવશે, ગયા વર્ષે ા.1368.70 કરોડનું બજેટ મંજુર થયું હતું, આ વખતે ા.1500 કરોડથી વધુ રકમનું બજેટ સ્ટે.કમીટીમાં રજૂ થાય તેવી શકયતા છે, પરંતુ સુભાષ શાક માર્કેટ, નવું સ્મશાન, 50 ઇલેકટ્રીક બસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ, રીવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર અને પાણીનું નેટવર્ક, ક્રિકેટ મેદાન, સાયન્સ નોલેજ પાર્ક જેવા પ્રોજેકટો ફરીથી આ બજેટમાં દોહરાવવામાં આવશે. વધુ વેરા ન આવે અને બજેટ ફુલ ગુલાબી બને તેવા પ્રયત્નો અધિકારીઓ દ્વારા થઇ રહ્યા છે. રસ્તા, વોટર વર્કસ, ભૂગર્ભ ગટર અને ખાસ કરીને જામનગરનો ા.600 કરોડનો રીવરફ્રન્ટ પ્રોજેકટ પણ આ બજેટમાં ફરીથી દશર્વિવામાં આવશે, આ વખતેનું બજેટ રકમની દ્રષ્ટિએ રેકોર્ડબ્રેક હશે.


આ વર્ષના બજેટમાં છેલ્લા કેટલાક સમયથી રણજીતસાગર રોડ ઉપર અદ્યતન નવું સ્મશાન બનાવવાની વાત કરવામાં આવી રહી છે તે વાત ફરીથી દોહારાવાશે, દર વખતે બજેટમાં નવા સ્મશાનની વાત આવે છે, જામનગરમાં કોર્પોરેશનનો એક પણ સ્મશાન કોર્પોરેશનની માલીકીનું નથી, ા.600 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવાની વાત ગયા વખતે પણ કરવામાં આવી હતી, આ વખતે સર્વેની કામગીરી પુરી થઇ છે એટલે ઝડપથી આ પ્રોજેકટ શ થાય તેવું લોકો ઇચ્છે છે.


જામનગરના નવા અદ્યતન ટાઉનહોલ માટે ા.1500 કરોડના ખર્ચે 1500 બેઠક કરવામાં આવશે તેવી વાત અગાઉ કરાઇ હતી, પરંતુ તે કામ ચાલું થયું નથી. બે નવા ફાયર સ્ટેશન પણ બનાવાશે, રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ કેટલાય બજેટથી મંજુર કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. એવી જ રીતે નવું સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ મેહુલ સિનેમા પાસે બનવાનું છે, તેના કોઇ ઠેકાણા નથી, હાપામાં ફાઇનલ પ્લોટ નં.62વાળી જગ્યામાં ા.5 કરોડના ખર્ચે ક્રિકેટ મેદાન બનાવીશું તેવું કહેવામાં આવ્યું છે, પરંતુ આ કામ શ થયું નથી, વિજયનગર જકાતનાકા, સૈનીક ભવન પાસેનો ઓવરબ્રિજ, 12 કરોડના ખર્ચે સાયન્સ નોલેજ પાર્ક, એમઓએચયુએની ગ્રાન્ટમાંથી 50 ઇલેકટ્રીક સીટી બસ, માંડવી ટાવર રેસ્ટોરેશન જેવા પ્રોજેકટો શ થયા નથી અને માત્ર આંબા-આંબલી બતાવવામાં આવ્યા હતાં.


નવા બજેટમાં નંદઘર, ભૂગર્ભ ગટર નેટવર્કમાં ગયા વર્ષે 258.58 કરોડની ફાળવણી થઇ હતી અને ા.23.80 કરોડના ખર્ચે પાઇપલાઇનની વાત થઇ હતી તેમાં થોડો વધારો કરાશે, જામનગરની હદ 34 કિ.મી.માંથી 128 કિ.મી. થતાં હવે ભુગર્ભ ગટર અને વોટર વર્કસનું નેટવર્ક પણ વધારાશે, એટલું જ નહીં સાથે-સાથે ઇલેકટ્રીક સુવિધા પણ ઉભી કરવામાં આયોજન કરાશે.


2025-26ના બજેટમાં ફરીથી પાયલોટ બંગલાથી પંચવટી ગૌરવ પથ તેમજ ટાઉનહોલથી સાતરસ્તા લાઇટીંગની પણ વાતો કરવામાં આવશે, કેટલાક માર્ગને સુશોભીત કરાશે તેવી વાત આ બજેટમાં કરી દેવામાં આવશે. સુભાષ માર્કેટ, સ્મશાન  અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ આ ત્રણ મુખ્ય પ્રોજેકટ કેટલાય વર્ષથી બજેટમાં દશર્વિવામાં આવે છે, ગયા વખતે ા.1368.70 કરોડનું બજેટ હતું જેમાં 365.16 કરોડ પુરાંત અને બંધ પુરાંત દશર્વિવામાં આવી હતી. હવે બજેટ ા.1500 કરોડથી વધુ રકમનું થશે જેમાં રણમલ તળાવ ભાગ-2 અને જામનગરમાં રાત્રી બજારની ફરીથી વાતો કરવામાં આવશે.


કોર્પોરેશનના બજેટમાં અનેક પ્રોજેકટો એવા છે કે જે કેટલાય સમયથી દશર્વિવામાં આવે છે, પરંતુ તેનું અમલીકરણ કરવામાં આવતું નથી, શહેરના વિકાસ માટે થોડો ટેકસ નાખીશું તેવું બજેટ હાલ તો સ્ટે.કમિટીમાં રજૂ થશે, કદાચ મીલ્કત વેરામાં 10 થી 15 ટકાનો વધારો, વોટર ટેકસમાં 10 ટકા જેવો વધારો સુચવાય તેવી શકયતા છે, પરંતુ પાછળથી કદાચ વેરો કાઢી નાખવામાં આવે.


2025-26ના બજેટમાં લોકો માટે ઝડપથી 50 સીટી બસ ઇલેકટ્રીકવાળી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી જામનગરના રસ્તા ઉપર સીટી બસ દોડતી થઇ નથી આના માટે જવાબદાર કોણ ? વિસ્તાર વઘ્યો છે એટલે કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજના નવા કામો કરવાની જર છે, ભૂગર્ભ ગટર માટે ગયા બજેટમાં ફાળવવામાં આવ્યા હતાં તેમાં કેટલું કામ થયું ? શહેરમાં બે જગ્યાએ ડીઝીટલ લાયબ્રેરી હજુ સુધી કેમ શ થઇ નથી ? આવા તો કેટલાક પ્રોજેકટ છે કે નવા બજેટમાં મહાપાલિકા આંબા-આંબલી બતાવશે, પરંતુ આ પ્રોજેકટ વર્ષો સુધી શ ન થયાના દાખલા આપણી સામે આવ્યા છે.


એક વર્ષ બાદ જામનગર મહાપાલિકાની ચૂંટણી પણ આવે છે એટલે વધુ કોઇ નવા કરવેરા નવા બજેટમાં નહીં આવે એવું જણાય છે, હાલમાં તો બજેટ બનાવવાની પ્રક્રિયામાં અધિકારીઓ વ્યસ્ત છે, જામનગર શહેરના કેટલાક માર્ગો ઉપર હવે ડામર-કાર્પેટની જર છે તેની રકમ કદાચ આ બજેટમાં ફાળવવામાં આવશે, ખાસ કરીને સરકારે મંજુર કરેલો ા.600 કરોડનો રિવરફ્રન્ટ પ્રોજેકટનું કામ અને માપણી પુરી થઇ ચૂકી છે, હવે ગેરકાયદેસર બાંધકામો હટાવવાની પ્રક્રિયા ચાલું છે ત્‌યારે આ વર્ષમાં આ પ્રોજેકટ જો શ થઇ જાય તો જામનગરને એક નવલું નઝરાણું મળી શકે. એની જેમ જ ા.35 કરોડના ખર્ચે રણમલ તળાવ બ્યુટીફીકેશન ભાગ-2નું કામ શ થયું છે, આ પ્રોજેકટ પણ ઝડપથી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.


કોર્પોરેશન દ્વારા અવારનવાર નવા બનાવાયેલા રસ્તાને ખોદી નાખવામાં આવે છે, ત્યારબાદ યોગ્ય પેચવર્ક કરવામાં આવતું નથી, આ વખતેના બજેટમાં રોડ સર્ફેસીંગ, ડામર રોડ, સીસી રોડના કેટલા કામો મંજુર થાય છે તે જોવાનું રહ્યું, ખાસ કરીને લગભગ સાતેક વર્ષથી શહેરની મઘ્યમાં આવેલી રાજાશાહી વખતની સુભાષ શાક માર્કેટ પાડીને નવી બનાવીશું તેવી વાતો દર વખતે કરવામાં આવે છે, ખાવા-પીવાના શોખીન લોકો માટે જામનગરમાં રાત્રી બજાર શ થશે તેવી ગુલબાંગો ફેંકવામાં આવે છે ત્યારે આગામી મહીનાના અંતમાં મ્યુ.કમિશ્નર સ્ટે.કમીટી સમક્ષ કેટલા કરવેરાવાળુ બજેટ મુકશે તેના ઉપર સૌની નજર છે. બાકી આ બજેટમાં એવો કોઇ ખાસ વધારો થાય તેવું દેખાતું નથી, ા.1500 કરોડથી વધુ રકમનું આ બજેટ પ્રથમ વખત મોટા કદનું હશે, કારણ કે ગયા વખતે ા.1368.70 કરોડનું બજેટ હતું તેમાં ગ્રાન્ટ ઉમેરતા ા.1385 કરોડનું કુલ બજેટ થયું હતું, આમ હવે જામ્‌યુકોના પદાધિકારીઓ કોથળામાંથી બીલાડુ કાઢે છે કેમ ? કે લોકોની આંખમાં તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પહેરાવવામાં આવે છે ?




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application