મહાનગરપાલિકામાં સોમવારે બજેટ બોર્ડ વિરોધ શેનો કરવો ? વિપક્ષ ગોટે ચડી ગયો

  • February 17, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૯ ફેબ્રુઆરીને સોમવારે સવારે ૧૧ કલાકે મેયર નયનાબેન પેઢડિયાના અધ્યક્ષસ્થાને બજેટ બોર્ડ મિટિંગ મળશે. સામાન્ય રીતે બજેટ બોર્ડમાં શાસકો બજેટને બિરદાવે અને વિપક્ષ વખોડે તેવી વર્ષેા જૂની રાજકીય પરંપરા રહી છે પરંતુ ચાલુ વર્ષે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ આપેલા નવા કરબોજ વિહોણા અંદાજપત્રમાં વિરોધ કરવા જેવો કોઇ મુદ્દો નહીં રહેતા હવે વિરોધ શેનો કરવો ? તે મુદ્દે હાલ તો વિપક્ષ કોંગ્રેસ ગોટે ચડી ગયો છે. કરબોજ વિહોણા બજેટમાં વિરોધ કરવા જેવું કઇં ન રહેતા વિપક્ષ ટેકો આપે ને બજેટ સર્વાનુમતે મંજુર કરી શાસકો ઇતિહાસ રચે તેવી શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બજેટ મંજુર કરવા મળેલી બોર્ડ મિટિંગ હોય એજન્ડામાં બજેટ સિવાય અન્ય કોઇ દરખાસ્તો નથી તેમજ પ્રશ્નોતરી પણ નથી, ફકત બજેટ ઉપર જ બૌધ્ધિક ચર્ચા થશે.

બજેટ બોર્ડમાં ૧૨ દરખાસ્તો અંગે નિર્ણય થશે જેમાં (૧) ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૯૪ હેઠળ રજુ કરવાના થતા રાજકોટ મહાનગરપાલિકાના નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧, ૨૦૨૧–૨૨ તથા ૨૦૨૨–૨૩ના આવક–ખર્ચના વાર્ષિક હિસાબો (નેશનલ મ્યુનિસિપલ એકાઉન્ટસ મેન્યુઅલની ગાઇડ લાઇનને અનુપ) તેમજ ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની કલમ–૯૫ મુજબ નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૪નું રીવાઇઝડ અંદાજપત્ર તેમજ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫નું અંદાજપત્ર મંજુર કરવા () આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે સામાન્ય કર અને શિક્ષણ ઉપકર નિયત કરવા (૩) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે પાણી દર નિયત કરવા () આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે ખુલ્લા પ્લોટ ઉપરનો ટેક્ષ નિયત કરવા (૫) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ નિયત કરવા અંગે (૬) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે વાહન કર નિયત કરવા (૭) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે થીયેટર ટેક્ષ નિયત કરવા (૮) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે મિલકત વેરામાં વળતર યોજના લાગુ કરવા (૯) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ માટે ઓનલાઇન પેમેન્ટમાં વળતર આપવા (૧૦) આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૫ માટે એન્વાયરમેન્ટ ચાર્જ નિયત કરવા અંગે (૧૧) ટાઉન પ્લાનિંગ શાખા દ્રારા વિકાસ પરવાનગી આપતી વખતે અલગ અલગ ડીપોઝીટ વસુલવા (૧૨) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું વાર્ષિક અંદાજપત્ર મંજુર કરવા સહિતનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application