યુકેમાં રોયલ નેવીએ જાહેરાત કરી છે કે તેના કર્મચારીઓને હવે તેમના ઔપચારિક ડ્રેસ કોડના ભાગ પે સાડી જેવા સાંસ્કૃતિક પોશાક પહેરવાની મંજૂરી આપવામાં આવશે જેથી તેની યુનિફોર્મ નીતિ વધુ સમાવિષ્ટ્ર અને લોકભોગ્ય બને.
યુકે સર્વિસના રેસ ડાયવર્સિટી નેટવર્ક દ્રારા લોબિંગ બાદ કર્મચારીઓને હવે ઔપચારિક મેસ ડિનરમાં તેમના મેસ જેકેટની નીચે સાડી, સલવાર કમીઝ, લહેંગા અને અન્ય સાંસ્કૃતિક પોશાક પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. કમરથી ઉપર ઓળખી શકાય તેવા નૌકાદળના ગણવેશના હાલના ધોરણો જાળવવા માટે તેઓએ સાડીની ઉપર કાળી બો ટાઈ અને સફેદ શર્ટ પણ પહેરવો પડશે. નવી સાંસ્કૃતિક મેસ ડ્રેસ નીતિ રોયલ નેવીમાં મેસ કિટ પહેરવા માટે હકદાર કોઈપણ વ્યકિતને લાગુ પડે છે અને તે ફકત ઔપચારિક મેસ ડિનર પર જ લાગુ પડે છે.
રોયલ નેવીના પ્રવકતાએ જણાવ્યું હતું કે રોયલ નેવીમાં સાંસ્કૃતિક ડ્રેસ પહેરવો એ એક સ્થાપિત પરંપરા છે અને સ્કોટિશ, આઇરિશ, વેલ્શ, કોર્નિશ અને માંકસ (આઇલ ઓફ મેન સંબંધિત) વારસાના કર્મચારીઓને યુનિફોર્મના ભાગ પે કેટલાક વર્ષેાથી કિલ્ટ પહેરવાની પરવાનગી આપવામાં આવી છે. અમે કમર નીચે અન્ય પ્રકારના સાંસ્કૃતિક વક્રોનો સમાવેશ કરવા માટે આ નીતિનો વિસ્તાર કર્યેા છે.
રોયલ નેવીના રેસ ડાયવર્સિટી નેટવર્કના અધ્યક્ષ, લેન્સ કોર્પનલ જેક કાનાનીએ લિંકડઇન પર નવી નીતિની જાહેરાત બ્રિટિશ પાકિસ્તાની કેપ્ટન દુર્દાના અંસારીના મેસ જેકેટ નીચે સફેદ સાડી પહેરેલા, શર્ટ અને બો ટાઈ સાથેના ફોટા સાથે કરી હતી. હાલની રોયલ નેવી સાંસ્કૃતિક ડ્રેસ નીતિને બ્રિટિશ સાંસ્કૃતિક ઓળખના વ્યાપક સ્વપોનો સમાવેશ કરવા માટે અપડેટ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરજદારોને ધરમના ધક્કા : રાજકોટ સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો હેરાન
February 24, 2025 12:00 PMખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
February 24, 2025 11:57 AMબાબરા નજીક છોટાહાથી અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા–પુત્રી અને ભાણેજના મોત
February 24, 2025 11:56 AMસુત્રાપાડામાં યુટુબર 'રોયલ રાજા'ના અપહરણ, હુમલો, લૂંટ અંગે બે ઝડપાયા
February 24, 2025 11:55 AMજામનગર એસટી ડીવીઝન દ્વારા શિવરાત્રીના મેળા માટે એક્સ્ટ્રા બસ શરૂ
February 24, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech