બ્રિટન ૨,૦૦૦ ભારતીય ડોકટરોની ભરતી કરશે: તાલીમ પણ આપશે

  • March 18, 2024 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ ટૂંક સમયમાં ૨,૦૦૦ ભારતીય ડોકટરોની નિમણૂક કરશે. ઉધોગના સૂત્રોએ જણાવ્યું કે બ્રિટનમાં ડોકટરોની તીવ્ર અછતને કારણે આ પગલું લેવામાં આવ્યું છે. એનએચએસ ડોકટરોની પ્રથમ બેચ માટે અનુસ્નાતક તાલીમ શ કરશે અને તેમની તાલીમ પૂર્ણ કર્યાના ૬ થી ૧૨ મહિના પછી તેમને હોસ્પિટલોમાં પોસ્ટ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ તાલીમ પૂર્ણ કર્યા પછી, ડોકટરોને વ્યવસાયિક અને ભાષાકીય મૂલ્યાંકન બોર્ડ (પીએલએબી) પરીક્ષામાંથી મુકિત આપવામાં આવશે. આ પહેલને એનએચએસમાં ડોકટરોની અછતને દૂર કરવાના માર્ગ તરીકે જોવામાં આવી રહી છે, યારે અન્ય લોકો તેને ભારતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં સંભવિત પ્રતિભા પલાયન તરીકે જુએ છે.
ઉજાલા સિસ ગ્રુપ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન ડોકટર શુચિન બજાજે જણાવ્યું હતું કે, આ પગલાથી ભારતને કોઈ અસર થશે નહીં. ૨૦૦૦ની સંખ્યા ખૂબ જ ઓછી છે. ભારતમાં દર વર્ષે ૧,૧૦,૦૦૦ ડોકટરો સ્નાતક થાય છે. એનએચએસનું આ પગલું ત્યાંના ડોકટરોની કાયમી વસાહતની બાંયધરી આપતું નથી, પરંતુ આવા ડોકટરો મૂલ્યવાન અનુભવ મેળવી શકે છે.તેમણે કહ્યું કે જ્ઞાન અને અનુભવના આ વિનિમયથી ભારત અને બ્રિટન બંનેને ફાયદો થશે.

એનએચએસ સાથે ગાઢ રીતે સંકળાયેલા ડો. રવિ બૈજે જણાવ્યું હતું કે એનએચએસનો વિદેશી ડોકટરો પર નિર્ભર રહેવાનો લાંબો ઈતિહાસ છે. એનએચએસમાં લગભગ ૨૫ થી ૩૦ ટકા ડોકટરો નોન–યુકે પ્રશિક્ષિત ડોકટરો છે. એનએચએસ લાંબા ગાળે તેના ડોકટરોની તાલીમમાં પણ રોકાણ કરી રહ્યું છે. તેમણે કહ્યું. મારા મતે, આ પહેલ ભારતમાંથી વધુ ડોકટરોને બ્રિટન આવવા માટે પ્રોત્સાહિત કરશે નહીં. તેનું કારણ એ છે કે ભારત ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને બ્રિટન માટે હવે આર્થિક રીતે વધુ આકર્ષણ રહ્યું નથી. એનએચએસ ભવિષ્યમાં વિદેશી ડોકટરોની સંખ્યા ઘટાડવા પર નજર રાખી રહ્યું છે.
એનએચએસએ આ તાલીમ કાર્યક્રમ હેઠળ ભારતના મુખ્ય શહેરોની જાણીતી હોસ્પિટલોમાં તાલીમ કેન્દ્રો સ્થાપ્યા છે. આ ક્રમમાં, દિલ્હી, નાગપુર, ગુગ્રામ, કાલિકટ, બેંગલુ, ચેન્નાઈ, ઈન્દોર અને મૈસુરની મોટી હોસ્પિટલોમાં તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. એપોલો હોસ્પિટલ, હૈદરાબાદના સિનિયર કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ અજેશ રાજ સકસેનાએ જણાવ્યું હતું કે આ પહેલ માત્ર યુકેમાં ડોકટરોની અછતને દૂર કરશે નહીં પરંતુ ભારતમાં આરોગ્ય નિષ્ણાતોની કુશળતાને પણ વધારશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application