બ્રિટને ભારતીયો માટે 2400 વિઝા ઓફર કર્યા યુવાનો માટે ઉત્તમ તક

  • February 22, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુકે અને ભારત વચ્ચે મિત્રતા ગાઢ બનતી જાય છે અને તેના ભાગરૂપે યુકેએ ભારતીયો માટે 2400 વિઝાની જાહેરાત કરી છે. આ વિઝા યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ બહાર પાડવામાં આવ્યા છે. મંગળવારે આ વિઝાની જાહેરાત કરવામાં આવી છે. 18થી 30 વર્ષની વયજૂથના ભારતીયો જરૂરી માપદંડનું પાલન કરતા હોય તો આ વિઝા માટે અરજી કરી શકે છે. નવી દિલ્હી સ્થિત બ્રિટિશ હાઈ કમિશને જણાવ્યું કે ભારતના તેજસ્વી યુવાનો જેમની ઉંમર 18 અને 30 વર્ષની વચ્ચે હોય તેમના માટે આ ઉત્તમ તક છે.


ગયા વર્ષે નવેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન રિશિ સુનક દ્વારા આ માટે કરાર થયા હતા. તે પ્રમાણે ભારતના યુવાનો યુકે જઈ શકે છે અને યુકેના યુવાનો ભારતમાં આવીને કામ કરી શકે છે. તમે આ વિઝા માટે અરજી કરો તે અગાઉ     ઈંક્ષમશફ ઢજ્ઞીક્ષલ ઙજ્ઞિરયતતશજ્ઞક્ષફહત જભવયળય બેલટમાં તમે પસંદ થયા હોવ તે જરૂરી છે. 28 ફેબ્રુઆરીએ આ બેલટ ખુલશે અને 2 માર્ચે બંધ થશે. બેલટમાં પસંદ થનારા યુવાનોએ 30 દિવસની અંદર વિઝા માટે અરજી કરવાની રહેશે. તેમાં વિઝા અરજીનો ખર્ચ 259 પાઉન્ડ હશે જ્યારે હેલ્થકેર સરચાર્જ તરીકે 940 પાઉન્ડ ચુકવવા પડશે. આ સમયે તમારા બેન્ક ખાતામાં 2530 પાઉન્ડ હોવા જરૂરી છે.


યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ સ્કીમ હેઠળ વીઝા મેળવવા હોય તો અરજકતર્એિ જરૂરી શૈક્ષણિક લાયકાતો મેળવેલી હોવી જરૂરી છે. તેના માટે બેચલર્સ ડિગ્રી અથવા તેનાથી ઉપરનું એજ્યુકેશન હોવું જોઈએ. અરજકતર્નિા બચતખાતામાં 2530 પાઉન્ડ (લગભગ 2.60 લાખ રૂપિયા) હોવા જોઈએ. આ ઉપરાંત અરજકતર્નિા આશ્રિત તરીકે કોઈ સગીર બાળક હોવું ન જોઈએ.


આ વિઝા બધાને મળે એવું નથી. તેથી એક લોટરી દ્વારા સફળ એન્ટ્રીની પસંદગી કરવામાં આવશે. બેલટ બંધ થાય તેના બે સપ્તાહની અંદર જેમને પસંદ કરવામાં આવ્યા હશે તેમને ઈમેઈલ દ્વારા રિઝલ્ટ મોકલવામાં આવશે. બેલટમાં ભાગ લેવાનો કોઈ ચાર્જ નથી. પરંતુ વિઝાની ફી 259 પાઉન્ડ છે. તેથી તમે આ ખર્ચ કરવા માંગતા હોવ તો જ બેલટમાં ભાગ લેવો જોઈએ.

આ પ્રક્રિયા માટે તમારે ઓનલાઈન વિગત આપવાની રહેશે જેમાં તમારે તમારું નામ, ફોન નંબર, ઈમેઈલ એડ્રેસ અને જન્મ તારીખ જણાવવાની રહેશે. આ ઉપરાંત પાસપોર્ટની સ્કેન કરેલી કોપી અપલોડ કરવાની રહેશે. ફેબ્રુઆરીના અંતમાં આ માટે બેલટ ખુલશે. તેમાં પસંદ થનારા ભારતીય યુવાનો બે વર્ષ માટે યુકેમાં રહી શકશે અને કામ કરી શકશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application