હત્યાની આગાહી કરાશેઃ ગુનો કરતા પહેલા ગુનેગારની ઓળખ થઈ જશે!, જાણો ક્યો દેશ આ પ્રોજેક્ટ પર કરી રહ્યો છે કામ

  • April 12, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટિશ સરકાર એક હાઇ-ટેક પ્રોજેક્ટ 'મર્ડર પ્રિડિક્શન' પર કામ કરી રહી છે. જે ગુનેગારોને ગુનો કરતા પહેલા જ ઓળખવાનો દાવો કરે છે. આ પ્રોજેક્ટ પર કામ ભૂતપૂર્વ પીએમ ઋષિ સુનકના કાર્યકાળ દરમિયાન શરૂ થયું હતું. આ અલ્ગોરિધમ ભવિષ્યમાં હત્યા જેવા ગંભીર ગુના કોણ કરી શકે છે તેની આગાહી કરશે. સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં આ યોજના ફક્ત સંશોધનના તબક્કે છે અને તેનો અમલ કરવામાં આવ્યો નથી. છતાં, આ વિચાર ભવિષ્યના કાયદો અને વ્યવસ્થા અને નાગરિક સ્વતંત્રતાઓ વચ્ચેની રેખાઓને ઝાંખી પાડે છે.


આ ડેટા એવા લોકો પર આધારિત હશે જેમની સામે પહેલાથી જ ગુનાહિત રેકોર્ડ છે. પ્રશ્ન એ ઉઠાવવામાં આવી રહ્યો છે કે શું ભવિષ્યની સુરક્ષાના નામે વર્તમાન સ્વતંત્રતાનું બલિદાન આપી શકાય? શું ખરેખર ન્યાય થશે કે મશીનોનો વિજય થશે?

આ વિચાર જેટલો આધુનિક લાગે છે, તેટલો જ વિવાદાસ્પદ પણ બન્યો છે. માનવાધિકાર જૂથ સ્ટેટવોચે તેને "ભયાનક અને સરમુખત્યારશાહી" ગણાવ્યું. સંગઠનનું કહેવું છે કે આ યોજના માનસિક સ્વાસ્થ્ય, ઘરેલુ હિંસા અને સ્વ-નુકસાન જેવા સંવેદનશીલ પાસાઓ પર ડેટા એકત્રિત કરીને વંશીય અને આર્થિક રીતે નબળા જૂથો સામે ભેદભાવને વધુ મજબૂત બનાવશે. જેમ કે એવા લોકો જેમણે ક્યારેય પોલીસની મદદ લીધી છે અથવા જેઓ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application