બ્રિટનના કિંગ ચાર્લ્સને કેન્સર

  • February 06, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ
લંડન
બ્રિટનના કિંગ ચાર્લ્સ ત્રીજાને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેમણે સારવાર શ કરી દેવામાં આવી છે. બકિંગહામ પેલેસે સોમવારે આ માહિતી આપી હતી. જો કે તેમને કયું કેન્સર લાગુ પડું છે તેની જાહેરાત કરવામાં આવી નથી.કિંગ ચાર્લ્સ, જેઓ સપ્ટેમ્બર ૨૦૨૨ માં તેમના માતા, રાણી એલિઝાબેથના અવસાન બાદ બ્રિટનના રાજા બન્યા હતા, પોતાની સારવાર વિશે આશાવાદી છે અને શકય તેટલી વહેલી તકે તેમની સંપૂર્ણ જાહેર ફરજો ફરી શરૂ કરવા આતુર છે એમ પેલેસે જણાવ્યું હતું.

ગયા મહિને, ૭૫ વર્ષીય ચાર્લ્સએ પ્રોસ્ટેટણી સારવાર માટે હોસ્પિટલમાં ત્રણ રાત વિતાવી હતી. તેમના રોકાણદરમિયાન, એક અલગ તબીબી સમસ્યાની ઓળખ કરવામાં આવી હતી, જો કે મહેલ દ્રારા કેન્સરના પ્રકાર વિશે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી ન હતી. જો કે, એક શાહી ક્રોતે રોઇટર્સને પુષ્ટ્રિ આપી છે કે તેમને પ્રોસ્ટેટ કેન્સર નથી.

કિંગ ચાલ્ર્સે આજે નિયમિત સારવારનું શેડૂલ શ કયુ છે, તે સમય દરમિયાન તેમને ડોકટરો દ્રારા જાહેરમાં સામનો કરવાની ફરજો મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે તેમ પેલેસે જણાવ્યું હતું. આ સમગ્ર સમયગાળા દરમિયાન, તેઓ રાબેતા મુજબ રાજયના કારોબાર અને અધિકૃત પેપરવર્ક કરવાનું ચાલુ રાખશે.યુકેના વડા પ્રધાન તથા દુનિયાભરના નેતાઓએ રાજાને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

કિંગ ચાલ્ર્સ ૭૩ વર્ષની ઉંમરે રાજા બન્યા.ચાલ્ર્સનો જન્મ ૧૪ નવેમ્બર ૧૯૪૮ના રોજ બકિંગહામ પેલેસમાં થયો હતો. યારે તેમની માતાને રાણી એલિઝાબેથનો તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તે ૪ વર્ષનો હતો. ૧૯૬૯ માં, ૨૦ વર્ષની ઉંમરે, તેમને કેરફાર્નેાન કેસલ ખાતે રાણી દ્રારા પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.
ચાલ્ર્સે ૨૯ જુલાઈ ૧૯૮૧ના રોજ લેડી ડાયના સ્પેન્સર સાથે લગ્ન કર્યા. તે લગ્નથી બે પુત્રો, પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી જન્મ્યા. આ લગ્ન ૨૮ ઓગસ્ટ ૧૯૯૬ના રોજ પૂરા થયા હતા. ૯ એપ્રિલ, ૨૦૦૫ના રોજ તેણે કેમિલા સાથે લગ્ન કર્યા હતા.

આ ૧૫માંથી કોઈ બની શકે ઉત્તરાધિકારી
કંગ ચાલ્ર્સ પછી રાજગાદી માટે ઉત્તરાધિકાર માટે લગભગ ૧૫ વ્યકિતઓ લાઈનમાં છે. જોકે ચાલ્ર્સના મોટા પુત્ર વિલિયમ જ રાજા બને એવી સંભાવના છે છતાં, ઉત્તરાધિકારીઓનો ક્રમ રસપ્રદ છે.

૧. પ્રિન્સ વિલિયમ, ચાલ્ર્સ અને સ્વર્ગસ્થ પ્રિન્સેસ ડાયનાના મોટા પુત્ર. તે પ્રિન્સ ઓફ વેલ્સ તરીકે ઓળખાય છે અને વેલ્સની રાજકુમારી કેટ સાથે લ કર્યા છે. તેમના ત્રણ બાળકો ઉત્તરાધિકારની લાઇનમાં તેમને અનુસરે છે જે નીચે મુજબ છે:
૨. વિલિયમના પુત્ર, કેમ્બિ્રજના પ્રિન્સ યોર્જ.
૩. વિલિયમની પુત્રી, કેમ્બિ્રજની પ્રિન્સેસ ચાર્લેાટ.
૪. વિલિયમના પુત્ર, કેમ્બિ્રજના પ્રિન્સ લુઈસ
૫. પ્રિન્સ હેરી, ચાલ્ર્સ અને ડાયનાના નાના પુત્ર, જેમણે તેમની શાહી ફરજો છોડી દીધી છે પરંતુ લાઇનમાં તેમનું સ્થાન જાળવી રાખ્યું છે.
૬. આર્ચી માઉન્ટબેટન–વિન્ડસર, રી અને મેઘન, ડચેસ ઓફ સસેકસની પુત્રી
૭. લિલિબેટ માઉન્ટબેટન–વિન્ડસર,હેરી અને મેઘનની પુત્રી
૮. પ્રિન્સ એન્ડ્રુ, રાણી એલિઝાબેથઅને પ્રિન્સ ફિલિપનો બીજો સૌથી મોટો પુત્ર.
૯. પ્રિન્સેસ બીટિ્રસ, એન્ડ્રુ અને તેની ભૂતપૂર્વ પત્ની, સારાહ ફગ્ર્યુસનની મોટી પુત્રી.
૧૦. સિએના એલિઝાબેથ, બીટિ્રસ અને એડોઆર્ડેા મેપેલી મોઝીની પુત્રી
૧૧. પ્રિન્સેસ યુજેની, એન્ડ્રુ અને ફગ્ર્યુસનની નાની પુત્રી.
૧૨. ઓગસ્ટ બ્રુકસબેંક, યુજેની અને જેમ્સ બ્રુકસબેંકનો પુત્ર
૧૩. અર્નેસ્ટ બ્રુકસબેંક, યુજેની અને જેમ્સ બ્રુકસબેંકનો પુત્ર
૧૪. પ્રિન્સ એડવર્ડ, રાણી અને ફિલિપનો સૌથી નાનો બાળક.
૧૫. જેમ્સ, વિસ્કાઉન્ટ સેવર્ન, એડવર્ડનો પુત્ર અને તેની પત્ની સોફી, વેસેકસની કાઉન્ટેસ.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application