રાજકોટ શહેર સહિત સમગ્ર રાયને હચમચાવી નાખનાર રાજકોટના ટીઆરપી ગેમઝોન અિકાંડના આરોપી રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ જેલબધં પુર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે હવે ઈડીનો સિકંજો કસાયો છે. ગત સાહે ઈડી દ્રારા ભ્રષ્ટ્રાચારી સાગઠીયાની ૨૮ કરોડની બેનામી સંપતીના તપાસના મામલે રાજકોટ કોર્ટમાં મંજુરી અર્થે અરજી કરી હતી અને કોર્ટે લીલીઝંડી મળ્યા બાદ હવે ઈડી દ્રારા સાગઠીયાનો કબજો લઈને તપાસનો ધમધમાટ આરંભાશે. સાગઠીયાની ૨૮ કરોડની બેનામી સંપતી ટાંચમાં લેવા માટે રાય સરકાર દ્રારા ગત મહિને જ હત્પકમ કરાયો છે. હવે કેન્દ્રીય એજન્સી ઈડીએ ઝંપલાવતા સાગઠીયા સાથે સંડોવાયેલા અને અત્યાર સુધી બહાર નહીં આવેલા કોઈ માથાઓના નામ ખુલશે કે કેમ ? તેવી રાજકીય અને સંકળાયેલા વર્તુળોમાં છુપા ફફડાટ સાથે ચર્ચા ચાલુ છે.
રાજકોટ શહેરમાં ગત વર્ષે તા.૨૫૫ના રોજ ટીઆરપી ગેમઝોન સળગ્યો હતો અને ૨૭ માનવ જીંદગી ભુંજાઈ હતી. આ ગેમઝોનમાં કોઈ બાંધકામ કાયદેસર હતું નહીં છતાં બેધડક આ ગેમઝોન ધમધમતો હતો. પોલીસ ફરિયાદ નોંધાતા આ અિકાંડમાં બીજા દિવસે તપાસ દરમ્યાન મહાપાલિકાની ટીપી શાખાની ઘોરબેદરકારી ખુલી હતી. જેમાં ટીપીઓ મનસુખ સાગઠીયા સહિત તેના અન્ય સાગરીત જેવા ટીપી શાખાના કર્મચારીઓ, અધિકારીઓની પણ ધરપકડ થઈ હતી.
મનસુખ સાગઠીયા દ્રારા ૨૦૧૨ થી ટીપી શાખાના હોદ્દાનો દુરૂપયોગ કરીને મોટાપાયે અપ્રમાણસર મિલકતો એકત્રીત કરાઈ હોવાનું ફલીત થતાં પોલીસની સાથે એસીબીએ પણ તપાસમાં ઝંપલાવ્યું હતું. એસીબીની તપાસ દરમિયાન મનસુખ સાગઠીયા અને તેના પરિવારજનોના નામે પેટ્રોલ પંપો, ઈન્ડસ્ટ્રીઝ ગોડાઉન, ફાર્મ હાઉસ, ટેનામેન્ટ, ફલેટ તેમજ ત્રણ કરોડ જેવી રોકડ રકમ, ૨૨ કિલો સોનુ મળી ૨૮ કરોડથી વધુની બેનામી સંપતી એસીબીના હાથ લાગી હતી અને આ બાબતે રાયસ્તરના એસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્રારા સીટ રચીને તપાસ કરાઈ હતી. એસીબીના ઈતિહાસમાં પ્રથમ વખત આવડી મોટી સરકારી કર્મચારીની બેનામી મિલકતો મળી હતી.
ભ્રષ્ટ્રાચારી ટીપીઓ સાગઠીયા સામે એસીબીમાં ગુનો નોંધાયો હતો અને ધરપકડ કરાઈ હતી. જે તે સમયે એસીબીએ આવડી મોટી અસ્કાયમત બાબતે ઈન્કમટેકસ અને ઈડીને પણ જાણ કરી હતી. અિકાંડમાં તપાસ દરમ્યાન સાગઠીયાની ૧૦.૫૫ કરોડની મિલકતો અને તા.૩૭ના રોજ સાગઠીયાના ભાઈની ઓફિસમાંથી સોનુ, રોકડ મળી ૧૮.૧૮ કરોડની મત્તા તિજોરીમાંથી એસીબીને હાથ લાગી હતી. જે તે સમયે સાગઠીયાએ પુછપરછમાં સોનાના ઘરેણા પોતે અને પત્નીએ ખરીદ કર્યાનું કેટલાક ઘરેણા ગીફટમાં મળ્યાનું તેમજ પ્રોપર્ટી લે–વેચમાંથી મળ્યાનું કથન કયુ હતું.
સાગઠીયાએ સત્તાનો દુરૂપયોગ કરીને કરોડોની મિલકતો બનાવ્યા સંદર્ભે રાયસ્તરની એજન્સી એસીબીની તપાસ બાદ હવે કેન્દ્રીય એજન્સી ઈડીને એસીબી દ્રારા અગાઉ કરેલા રીપોર્ટના આધારે ઈડીએ અત્યારે સાગઠીયા સામેનો કેસ રાજકોટ કોર્ટમાં ચાલી રહ્યો હોવાથી સાગઠીયાની તપાસ માટે કોર્ટ સમક્ષ ગત શુક્રવારે મંજુરી માગતી અરજી કરી હતી. આ અરજી સંદર્ભે સરકાર તરફથી આ કેસમાં સ્પે. પીપી તરીકે રોકાયેલા તુષાર ગોકાણીએ મુદ્દાસર દલીલ કરી હતી. જાણવા મળ્યા મુજબ કોર્ટ દ્રારા સાગઠીયા સામે તપાસની મંજુરી અપાઈ ચુકી છે અને હવે ઈડી દ્રારા ગમે ત્યારે સાગઠીયાની જેલમાં જઈને પુછપરછ થશે અને જરૂર પડયે સાગઠીયાનો જેલમાંથી કબજો પણ મેળવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech