દ્વારકા જિલ્લામાં હાંફતો કોરોના: નવા 37 કેસ નોંધાયા

  • May 15, 2021 10:33 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સદી સુધી પહોંચી ગયેલા કોરોનાના નવા કેસો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી નોંધાતો સતત ઘટાડાએ લોકોમાં રાહત સાથે નવી આશા જન્માવી છે. જિલ્લામાં ગઈકાલે ખંભાળિયાના સૌથી વધુ 18 જ્યારે દ્વારકા અને ભાણવડના આઠ- આઠ તથા કલ્યાણપુર તાલુકાના ત્રણ મળી કુલ 37 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તમામ ચાર તાલુકાઓમાં મળી કુલ 16 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 796 થયો છે. જિલ્લામાં ગઈકાલે વધુ બે મૃત્યુ નોંધાયા છે.

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયા મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ત્રણ દિવસ માટે કોરોના વેક્સિનેશન કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે સોમવારથી અન્ય જિલ્લાઓની જેમ અહીં પણ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન લેવાની છૂટ મળે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)