રાજકોટ એસટી બસપોર્ટમાં રાતભર બ્રિથ એનેલાઇઝર ટેસ્ટ, ડ્રાઇવર પીધેલો મળ્યો

  • January 17, 2024 05:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન હેઠળના ટ્રાફિક સતત ધમધમતા એવા રાજકોટ એસટી બસ પોર્ટમાં ગત રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી રાત્રે ૧૨ વાગ્યા પછી બસ પોર્ટમાં આવતી ૬૫ જેટલી એસટી બસોના ડ્રાઇવરનો બ્રિથ એનેલાઇઝરથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં એક ડ્રાઇવર પીધેલો મળતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરાએ જણાવ્યું હતું તેઓ પોતે રાત્રે એસટી બસપોર્ટ ખાતે ટીમ લઇને પહોંચ્યા હતા અને રાત્રે ૧૨થી વહેલી સવારે ચાર વાગ્યા સુધીમાં બસ પોર્ટમાં આવતી ૬૦ બસના ડ્રાઈવરનો બ્રિથ એનેલાઈઝરથી ટેસ્ટ કર્યેા હતો જેમાં ભિલોડા–જામનગર ટની બસના ડ્રાઇવરનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા ઉચ્ચ કક્ષાએ જાણ કરાઇ છે. તેમણે ઉમેયુ હતું કે નશો કરી મુસાફરોનો જીવ જોખમમાં મુકતા ડ્રાઇવરો સામે આકરા પગલાં લેવામાં આવશે તેમજ રાજકોટ બસ પોર્ટમાં લગાતાર ચેકિંગ ચાલુ રહેશે આથી કાયદાની મર્યાદામાં રહેનારાઓ જ ફાયદામાં રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં શિયાળાની ઋતુમાં રાત્રીના સમયના બસ ટના ડ્રાઇવરોનું રાયભરમાં બ્રિથ એનેલાઇઝરથી ટેસ્ટિંગ કરવા એસટી બસ સ્ટેશનોમાં ઝુંબેશ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application