કેન્સર એ એક ગંભીર બીમારી છે, જે કોઈપણ વ્યકિતને કોઈપણ ઉંમરે થઈ શકે છે. આ રોગ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે અને ઘણીવાર કોઈ લક્ષણો વિના થાય છે. કેન્સરના ઘણા પ્રકારો છે, જેમ કે મગજનું કેન્સર, પેટનું કેન્સર, ગર્ભાશયનું કેન્સર, સ્તન કેન્સર અને ઘણા બધા, જેમાંથી એક કોલોરેકટલ કેન્સર છે, જે વિશ્વભરમાં ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે.વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ના એક રિપોર્ટ અનુસાર, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે સફેદ બ્રેડ અને આલ્કોહોલનું સેવન કોલોરેકટલ કેન્સરનું જોખમ વધારે છે.
કોલોરેકટલ કેન્સર ઘણીવાર અનિયમિત ખાનપાન, ધૂમ્રપાન અને વધુ પડતા પીવાના કારણે થાય છે. કેન્સરમાં અમુક લક્ષણો હોઈ શકે છે જેમાં વજન ઘટવું, થાક, એનિમિયા, અસ્પષ્ટ્ર તાવ, વિચિત્ર ગઠ્ઠો, ચેપ અને અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે. સફેદ બ્રેડમાં રીફાઇન્ડ કરેલો લોટ હોય છે, જે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારી શકે છે. યારે વાઇનમાં આલ્કોહોલ હોય છે, જે કેન્સરને પ્રોત્સાહન આપે છે. બ્રેડ અને દાનું સેવન બંને કેન્સર થવા માટે સમાંતર જવાબદાર પરિબળો છે. આ સિવાય આલ્કોહોલના સેવનથી શરીરમાં ઓકિસડેટીવ સ્ટ્રેસ વધે છે, જે કેન્સરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્સરને સંપૂર્ણપણે અટકાવવું મુશ્કેલ છે. હેલ્ધી ડાયટ ફોલો કરીને કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. આહારમાં આખા અનાજ, ફળો, શાકભાજી અને પ્રોટીનના ક્રોતોનો સમાવેશ ,આ સિવાય આલ્કોહોલ પીવાનું ટાળી, નિયમિત કસરત જે સ્વસ્થ રહેવામાં મદદ કરી શકે છે અને કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. કેન્સરના જોખમને ઓળખવા માટે સમયાંતરે ડોકટરની સલાહ લેવી અને સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવાનું પણ મહત્વનું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech