ગુજરાતની ચાર લોકસભા તથા પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી માટેના ઉમેદવારોની પસંદગી અંગે ગઈ મોડી રાત્રે દિલ્હીમા મનોમંથન કયુ હતું. આ બેઠક પૂર્ણ કરીને આગેવાનો મોડી રાત્રે ગુજરાત પરત ફર્યા હતા.મોટાભાગના ઉમેદવારોની પસંદગી અંગે આખરી મંજૂરી મળતાં જ આગામી એકાદ બે દિવસમાં તેની જાહેરાત કરી દેવામાં આવશે.
ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મહામંત્રી રત્નાકર નવી દિલ્હી પહોંચ્યા હતા. યાં કોર કમિટી અને ત્યાર બાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણા એમ ચાર લોકસભા માટે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. આ ચારેય બેઠકો પર સામાજિક અને રાજકીય સમીકરણોને લીધે નામોની આખરી પસંદગી અટકી છે. જૂનાગઢ બેઠક પર ભાજપ વર્તમાન સાંસદ રાજેશ ચૂડાસમાને રિપિટ કરવા સામે કેટલાક કાનૂની મુદ્દાઓ નડી રહ્યા છે એના લીધે અહીં મામલો ગુંચવાયો છે ત્યારે ખેંચતાણ વચ્ચે ભાજપ હવે અહીં મહિલા ઉમેદવારની પસંદગી કરી શકે છે. કારડિયા રાજપૂત સમાજમાંથી ચહેરો હોઇ શકે છે તો મહેસાણામાં જાણીતા શિક્ષણવિદ–દાનવીર પરિવારમાંથી કોઇને ટિકિટ આપવા માટે ભાજપ આગળ વધી શકે એવી શકયતા જોવાઇ રહી છે. સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ આવી જ રીતે રાષ્ટ્ર્રીય નેતૃત્વ ઉમેદવાર પસદં કરશે. સુરેન્દ્રનગરની બેઠક પર મહિલા ઉમેદવારને પસંદગી કરવામાં આવે તેવી સંભાવના જોવાઈ રહી છે યારે અમરેલી માટે પાટીદાર ચહેરા ની શોધ ચાલી રહી છે.
રાજયની વિધાનસભાની ખાલી પડેલી છ પૈકી પાંચ બેઠકો માટે પણ ચૂંટણી ૭ મે, ૨૦૨૪ના રોજ સાથે મતદાન થવાનું હોવાથી તેમાં કમિટમેન્ટ મુજબ ભાજપ મોટાભાગના પૂર્વ કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોને જ ટિકિટ આપશે. આ પાંચ બેઠકોમાં પોરબંદર, માણાવદર, ખંભાત, વિજાપુર, વાઘોડિયા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપી ભાજપનો ખેસ પહેર્યેા છે, પરંતુ આ બેઠકની ચૂંટણી હાલ જાહેર થઇ નથી. આ બેઠકની ચૂંટણી પણ લોકસભા તથા અન્ય પેટા ચૂંટણી સાથે જ યોજવા માટે આમઆદમી પાર્ટી પછી આજે ભાજપે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ચાલુ સાહ સુધીમાં પચં કોઇ નિર્ણય કરી સ્થિતિ સ્પષ્ટ્ર કરી શકે એમ છે.
અત્રે નોંધવું જરી છે કે ભારતીય જનતા પાર્ટી દ્રારા અત્યાર સુધીમાં બે વખત ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી છે લોકસભાની ૨૨ બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂકયા છે યારે વિધાનસભાની પેટા ચૂંટણીના તમામ નામો ટૂંક સમયમાં જાહેર કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech