અમિર ખાનની સુપરહિટ ફિલ્મ 'લગાન' એ રિલીઝના ૨૫ વર્ષ પૂરા કરી લીધા છે. આ ખાસ અવસર પર ફિલ્મની આખી કાસ્ટે ભેગા મળીને ભવ્ય સેલિબ્રેશન કયુ હતું. આ સેલિબ્રેશન દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા એવા કલાકારો પણ જોવા મળ્યા, જેઓ હવે ગ્લેમરની દુનિયાથી દૂર પોતાની એક અલગ જ દુનિયા વસાવી ચૂકયા છે. અમે વાત કરી રહ્યા છીએ 'લગાનની ગૌરી' એટલે કે અભિનેત્રી ગ્રેસી સિંઘની, જે હવે મોટા પડદાથી સાવ દૂર થઈ ગઈ છે. ગ્રેસીએ હવે ધર્મ અને આધ્યાત્મનો માર્ગ પસદં કરી લીધો છે અને તે ચકાચાૈંધથી દૂર એકદમ સાદગીભયુ જીવન જીવે છે. તાજેતરમાં જ યારે ગ્રેસી 'લગાન' ના ૨૫ વર્ષના સેલિબ્રેશનમાં પહોંચી, ત્યારે લોકો તેને જોતા જ રહી ગયા. ઘણા લોકો તો તેને ઓળખી પણ ન શકયા, તો કેટલાય લોકોને તેનો લુક અને અંદાજ તદ્દન બદલાયેલો લાગ્યો. આમ છતાં, લોકો તેની સાદગીના વખાણ કરતા થાકતા ન હતા.
'લગાન' ફિલ્મથી લાઈમલાઈટમાં આવેલી ગ્રેસી સિંઘે 'મુન્નાભાઈ એમબીબીએસ' જેવી સુપરહિટ ફિલ્મમાં પણ કામ કયુ હતું, જેમાં સંજય દત્ત સાથેની તેની જોડી ખૂબ જ પસદં કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેણે એક ડોકટરની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત અજય દેવગન સાથેની ફિલ્મ 'ગંગાજલ' માં પણ તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. ત્યારબાદ તેણે કેટલીક અન્ય ફિલ્મો પણ કરી, પરંતુ તેનો એકપણ રોલ આ ફિલ્મો જેટલો યાદગાર ન બની શકયો. પરિણામે, અભિનેત્રીએ આધ્યાત્મિકતા અને ટીવી તરફ પ્રયાણ કયુ અને બોલિવૂડથી અંતર બનાવી લીધું. ગ્રેસી સિંઘ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઈ ચૂકી હતી અને 'લગાન' પછી તે ઘર–ઘરમાં જાણીતી બની હતી. તેણે પોતાના કરિયરમાં આમિર ખાન, અજય દેવગન, સંજય દત્ત અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી. આમિર ખાન અને ગ્રેસી સિંઘની ફિલ્મ 'લગાન' વર્ષ ૨૦૦૧ માં ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી. 'મધર ઇન્ડિયા' અને 'સલામ બોમ્બે' પછી 'બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ' કેટેગરીમાં નોમિનેટ થનારી આ ત્રીજી ભારતીય ફિલ્મ હતી. આટલી મોટી સફળતા છતાં ગ્રેસીને બોલિવૂડમાં મર્યાદિત કામ જ મળ્યું. ગ્રેસીએ પોતાના કરિયરની શરૂઆત એક કલાસિકલ ડાન્સર તરીકે કરી હતી અને તે 'ધ પ્લેનેટસ' ડાન્સ ગ્રુપ સાથે ટૂર કરતી હતી. ૧૯૯૭ માં ટેલિવિઝન સીરિયલ 'અમાનત' થી તેણે એકિટગં ડેબ્યૂ કયુ હતું. ત્યારબાદ 'લગાન' માં તેણે પોતાની સાદગી અને માસૂમિયતથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા હતા. ગ્રેસીએ 'અરમાન' ફિલ્મમાં અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન સાથે કામ કયુ, પરંતુ આ ફિલ્મ લોપ સાબિત થઈ. આ પછી તેની 'ચંચલ', 'દેશદ્રોહી' અને 'દેખ ભાઈ દેખ' જેવી ફિલ્મો પણ બોકસ ઓફિસ પર ઐંધા માથે પછડાઈ અને દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application