બહ્મસમાજના યુવક-યુવતિઓએ વેલકમ નવરાત્રિમાં ભાગ લીધો
દ્વારકા શારદા પીઠાધિશ્વર પૂજ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજશ્રી ના આશીવર્દિથી શ્રી બ્રહ્મ એજ્યુકેશન એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ તક્ષશિલા સંકુલ દ્વારા તા. રપ ના રોજ રાસોત્સવ-2024નું બ્રહ્મસમાજના યુવક-યુવતિઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ રાસોત્સવમાં જામનગર શહેર ઉપરાંત સમગ્ર પંથકના જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ બધાના આશરે 2000 જેટલા બ્રાહ્મણ ખેલૈયાઓ ઉમટ્યા હતા તથા જ્ઞાતિ-પેટા જ્ઞાતિ-ગોળ-ગોત્ર વગેરે વિસરીને રમ્યા હતા, જામનગરની બ્રહ્મ સમાજની સહયોગી સંસ્થાઓ, મંડળો વગેરેના પ્રમુખો હોદ્દેદાર ભાઈઓ બહેનો અને કાર્યકરો સહિત આશરે 5000 જેટલા બ્રાહ્મણ પ્રેક્ષકોથી આવ્યા હતા.
આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન મેયર વિનોદ ભાઇ ખીમસુરિયા, ડે.મેયર કિષ્નાબેન સોઢા, પ્રકાશભાઈ બાંભણીયા, કોર્પોરેટર સુભાષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તીબેન ખેતિયા, નિખિલભાઇ ભટ્ટ, પરશુરામ સેના, મહાદેવ મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ વ્યાસ, શહેરની જુદી જુદી અલગ બધી પેટા જ્ઞાતિના પ્રમુખ જોગીનભાઇ જોષી, ચેતન ત્રિવેદી, સુનિલભાઇ ખેતિયા, પરેશભાઇ જાની, પરેશભાઈ ઠાકર, દિલીપભાઈ વ્યાસ, ઉમેશભાઈ ભટ્ટ ઉપરાંત અલગ અલગ જ્ઞાતિ ના આગેવાનો હાજર રહ્યા હતા તથા બ્રહ્મદેવ સમાજ ના આગેવાન હંસાબેન ત્રિવેદી, ઇલાબેન જોષી, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ તરફથી મનિષાબેન સુંબડ, જાગૃતિબેન ત્રિવેદી, વૈશાલીબેન જોષી, એસ.બી.શમર્િ સ્કૂલના બહેન પૂજાબેન શમર્,િ ઉત્સવ સમિતિના હર્ષદભાઇ ત્રિવેદી, મિહિરભાઇ શુકલ બ્રહ્મ અગ્રણી કાલાવડ તથા પત્રકાર મિત્રો ‘આજકાલ’ના હિરેન ત્રિવેદી, સંજયભાઇ જાની, જયેશભાઇ પારેલિયા, દિવ્યેશભાઇ વાયડા, જગતભાઇ રાવલ, જયેશભાઈ ઘોળકિયા, સચીનભાઇ જોશી વગેરે હાજરી આપી હતી.
સંસ્થાના સચિવ ગુણવંતભાઈ ભટ્ટના આયોજન મુજબ યોજાયેલ આ રાસોત્સવ પ્રસંગે ફાઉન્ડર ટ્રસ્ટીઓ સર્વ પી.સી ખેતીયા અને જયદેવભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ખેલૈયાઓને ઈનામના દાતા નિખિલભાઇ ભટ્ટ તરફથી ઈનામો આપવામાં આવ્યા હતા અને મેહુલ ભાઇ દ્વારા પણ વિજેતાને ઈનામ આપવામાં આવ્યું હતું, કાર્યક્રમનું સંચાલન ડી કે ભટ્ટ, લલીતભાઈ જોશી તથા ઉત્પલભાઈ દવેએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech