વિસાવદરના પાવટી ગામે રહેતી મહિલાને ગામના જ એક યુવક સાથે પ્રેમ સંબધં હોય બંને પ્રેમીપંખીડા નાસી ગયા હતા. દોઢ માસ મહિલાના પતિએ વિસાવદર પોલીસમાં પત્ની ગુમ થયાની જાણ કરી હતી. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ વિસાવદર તાલુકાના મોટા કોટડા અને બગસરા તાલુકાના હડાળા ગામની સીમમાં પ્રેમી પંખીડા વચ્ચે ઝઘડો થયો હતો અને મહિલાથી પીછો છોડાવવા યુવકે મહિલાની પથ્થરના ઘા મારી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા કુવામાં લાશને ફેંકી દીધી હતી. સમગ્ર બનાવવામાં પોલીસે મહિલાનો મૃતદેહ કુવામાંથી બહાર લાવી પીએમ ની કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબીએ યુવક સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હત્યા કર્યા પછી પૂરાવાનો નાશ કરવા લાશ કૂવામાં ફેંકી દીધી
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, વિસાવદર તાલુકાના પાવટી ગામે રહેતા વલ્લભભાઈ કાનજીભાઈ સાવલિયાની પત્ની દયાબેનને ગામમાં જ રહેતા હાર્દિક ધીરૂભાઈ સુખડિયા નામના યુવક સાથે પ્રેમ સંબધં હતો. પ્રેમ સંબંધના કારણે તા. ૨ જાન્યુઆરીએ મહિલા દયાબેન ઘરેથી કહ્યા વગર પ્રેમી હાર્દિક સાથે નાસી ગયા હતા. પત્ની ગુમ થયા અંગે વલ્લભભાઈએ વિસાવદર પોલીસમાં અરજી પણ કરી હતી. પ્રેમસંબંધના કારણે નાસી ગયેલ પ્રેમીપંખીડા તા.૩ જાન્યુઆરીના કારમાં બેસી બગસરાના હડાળા ગામની સીમમાં પડતર જગ્યામાં ગયેલ હતા. ત્યાં હાર્દિક અને દયાબેન વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેથી હાર્દિકે પ્રેમિકાથી પીછો છોડાવવા બોલાચાલી કર્યા બાદ ઝપાઝપી અને માથાના ભાગે પથ્થરોના ઘા મારી હત્યા કરી હતી. મહિલાની હત્યા કર્યા બાદ પુરાવો ન મળે તે માટે હાર્દિકે લાશને કૂવામાં નાખી દીધી હતી.
સમગ્ર પંથકમાં ચકચાર જાગી
સમગ્ર બનાવમા એલસીબી પીઆઇ પટેલ, વિસાવદર પીઆઇ પટેલ તથા ટીમ દ્રારા ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી અને પ્રેમી હાર્દિક ને ઝડપી પૂછપરછ કરતા મહિલાની હત્યા કરી લાશ કૂવામાં નાખી દીધી હોવાની કબુલાત કરી હતી. સમગ્ર બનાવમાં મૃતક મહિલાના પતિ વલ્લ ભભાઈએ નોંધાવેલી ફરિયાદ બાદ એલસીબીએ હાર્દિક સામે હત્યાનો ગુનો નોંધી મહિલાના પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રેમ સંબંધમાં નાસી ગયેલ પ્રેમી પંખીડા એક દિવસ બાદ જ ઝઘડો થયા બાદ મોતને ઘાટ ઉતારવાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર જાગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech