આણંદપર નવાગામ નજીક અમદાવાદ હાઇવે ઉપર આવેલી ખોડિયાર ટી સ્ટોલ અને કોલ્ડ્રિંક્સ નામની હોટેલમાંથી અને હોટેલ સંચાલકની કારમાંથી ઈંગ્લીશ દારૂની 6 બોટલો મળી આવતા દારૂ, કાર, અને બે મોબાઈલ કબ્જે કરી હોટેલ સંચાલકની અટકાયત કરી હતી.
કુવાડવા પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પો.કોન્સ. ભાવેશભાઈ મકવાણા અને જયદીપભાઈ ધોળકિયાને ચોક્કસ બાતમી મળી હતી કે, આણંદપર નવાગામ નજીક અમદાવાદ હાઇવે ઉપર આવેલી ખોડિયાર ટી સ્ટોલ અને કોલ્ડ્રિંક્સ નામની હોટેલમાં ઈંગ્લીશ દારૂ રાખી વેચાણ કરવામાં આવે છે. જે બાતમીના આધારે હોટેલમાં જઈ તપાસ કરવામાં આવતા ત્યાં હાજર થડા પર બેઠેલા વ્યક્તિનું નામ પૂછતાં પોતાનું નામ મહિપાલ સોંડાભાઈ બાંભવા (રહે-હાલ નવાગામ આણંદપર, મૂળ અગાભી પીપળીયા)નો હોવાનું જણાવતા પોલીસે થડા પાસે રાખેલા કેરબાની તલાસી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ-3 મળી આવી હતી. શંકાના આધારે હોટેલ પાસે પડેલી કારની તલાસી લેતા તેમાંથી પણ દારૂની ત્રણ બોટલ મળી આવતા કુલ 6 બોટલ, કાર અને બે મોબાઈલ કબ્જે કરી શખસની અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગુરૂપ્રસાદચોકમાં મકાનમાથી 96 દારૂના ચપલા સાથે શખ્સ ઝબ્બે
માલવીયાનગર પોલીસ સ્ટાફની હકીકત મળી હતી કે, ગુરુપ્રસાદ ચોક નજીક આરએમસી ક્વાર્ટરમાં રહેતો અલ્પેશ ભીખુભાઇ ચૌહાણ ભાડાના મકાનમાં દારૂ મગાવી વેચાણ કરી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડી પાડતા ઈંગ્લીશ દારૂના ચપલા 96 કી.ર.8640ની મળી આવતા કબ્જે કરી ત્યાં હાજર અલ્પેશ ભીખુભાઇ ચૌહાણને ઝડપી લઈ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
અમદાવાદ હાઇવે પર કારમાંથી દારૂ ઝડપાયો, ચાલક ઝબ્બે
પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીગમાં હતો ત્યારે એએસઆઇ હરદેવસિંહ રાઠોડ, પો.હેડ.કોન્સ.કરણભાઇ મારુ,ને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આવતી જીજે-03-એનબી-6992 નંબરની હેરિયર કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે તપાસ કરતા રાજકોટ તરફ ચાંદની નોનવેજ હોટેલ સામે કાર ઉભી હોય જેને કોર્ડન કરી તલાસી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 36 બોટલ મળી આવતા કાર સહીત રૂ.10,53,964નો મુદામાલ કબ્જે કરી ચાલક હાર્દિક ઉર્ફે શંભુ મુકેશભાઈ ચૌહાણ (રહે-શ્રીજી કૃપા મકાન, સોમનાથ સોસાયટી શેરી નં-3, રૈયા ટેલિફોન એક્સચેંજ પાસે)ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ ચોકડી પાસે કાર ડિવાઇડર ટપી ખાનગી ટ્રાવેલ્સની બસ સાથે અથડાઇ
April 03, 2025 03:18 PMસુપ્રીમકોર્ટના ન્યાયાધીશોની સંપતિની વિગતો જાહેર કરાશે
April 03, 2025 03:16 PMપીએમ મોદી 2 દિવસના થાઇલેન્ડ પ્રવાસે, બિમસ્ટેક સમિટમાં ભાગ લેશે
April 03, 2025 03:15 PMઆરએમસીના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં સિક્યુરિટી ગાર્ડનું હાર્ટએટેકથી મોત
April 03, 2025 03:13 PMત્રણ ટર્મ પૂર્ણ થતી હોય તેવા કોર્પોરેટરોનું ભાજપ સંગઠનમાં ઘુસપેઠ કરવા લોબિંગ
April 03, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech