BREAKING NEWS

જામનગરમાં ઇંગ્લીશ દારૂની બોટલો જપ્ત : આરોપીઓ રફુચકકર

  • December 03, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ગોકુલનગર વિસ્તાર દલવાડીનગરમાં એક મકાને બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દારૂની ૮ બોટલ કબ્જે કરી હતી. જયારે સિકકા કારાભુંગા વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો.


ગોકુલનગરના દલાવડીનગર વિસ્તારમાં રહેતા રાજેશ ફોજદારભાઇ સુર્વશી નામના શખ્સના રહેણાંક મકાને પોલીસે દરોડો પાડી ઇંગ્લીશ દારૂની ૮ બોટલ કબ્જે કરી હતી, જયારે આરોપી ફરાર થઇ ગયો હતો. 


બીજા દરોડામાં સિકકા કારાભુંગા વિસ્તાર, નિમાઝ કોલોનીમાં રહેતા ખુશાલસિંહ બજરંગસિંહ શેખાવત નામના ઇસમને ઇંગ્લીશ દા‚ની બે બોટલ ઇને ડીસીસી ગેઇટ પાસેના રોડ પરથી નીકળતા સ્થાનીક પોલીસે દબોચી લીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application