ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્રારકા ગીરનાર, અંબાજી, અને સોમનાથમા પ્લાસ્ટિક વેસ્ટ નિકાલના મુદ્દે હાઇકોર્ટે કડક વલણ પણ આવ્યું છે સ્થાનિક સ્વરાયની સંસ્થાઓ દ્રારા પ્લાસ્ટિક બોટલ નિકાલ કરવા માટે હાઇકોર્ટ ફરજ પાડવી પડે છે. મહત્વના ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર પ્લાસ્ટિક બોટલ ક્રસીગ મશીન મૂકવામાં આવે આવા મશીનો હશે તો પ્લાસ્ટિકના પ્રદૂષણનું ડિસ્પોઝલ યોગ્ય રીતે થઇ શકશે.' હાઇકોર્ટે ઉકત ટકોર કરતાં કેસની વધુ સુનાવણી જુલાઇના પ્રથમ શુક્રવારે રાખવામાં આવી છે.
રાયની મહાનગર પાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલો હાઇકોર્ટ સમક્ષ ચાલી રહ્યો છે. જે કેસમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,પ્લાસ્ટિકના દૂષણને નાથવા માટે હવે પાલિકાઓને સંવેદનશીલ બનાવવાના બદલે તેમને અમલ કરાવવાની ફરજ પાડવાની જર છે. બેગ વેન્ડિંગ મશીન્સ વિવિધ સ્થળોએ લગાવવામાં આવી છે. જેમાં મોલ્સ, હોસ્પિટલ્સ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરેનો સમાવેશ છે, પરંતુ આ મશીન્સ દેખાય એવી રીતે મૂકવામાં આવે. તે સિવાય અંબાજી, ગિરનાર, ગીર–સોમનાથ, દ્રારકા જેવા પ્રવાસન સ્થળોએ પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન્સ મુકવામાં આવે. આ કેસમાં અગાઉ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મુદ્દે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્રારા પૂરતી સુવિધાઓ ચકાસવા અને જવાબ રજૂ કરવાના નિર્દેશ હાઇકોર્ટે આપ્યા હતા. જે મુજબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા વિવિધ મુદ્દાઓ સહિતની માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. ત્યારે ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટેની વ્યવસ્થાઓ પૂરતી અને ગુણવત્તા સભર છે કે કેમ તેની ચકાસણી થવી પણ જરી છે.' બીજી તરફ રાય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાયની જૂની ૮ મનપામાં મટિરિઅલ્સ રિકવરી ફેસિલિટી ઉપલબ્ધ છે.
છ મનપામાં મિકેનિકલ અને બે મનપામાં મેન્યુઅલ ચાલે છે. તેથી બે મનપાને મેન્યુઅલથી મિકેનિકલ ફેસિલિટી તરફ વળવાની સૂચના આપી દેવાઇ છે.' હાઇકોર્ટે કરી હતી કે, આ સંસ્થાઓ જોડે નાણાકીય વ્યવસ્થા છે કે કેમ તે ચકાસવું જોઈએ. રાય સરકારે મદદપ થવું જોઇએ. હાઇકોર્ટ ટકોર પૂરતી પણ તેમને પ્રોજેકટ રિપોર્ટ ફાઇલ થઇ ગયો છે. ટેકનિકલ સેંકશન પણ મળી ગયું છે અને એકવાર નગરપાલિકાને ફડં મળી જશે તો તેઓ મશીનો વસાવી લેશે.' હાઇકોર્ટે એવો સવાલ કર્યેા હતો કે,આ બધું પૂર્ણ કરી સિસ્ટમ ચાલુ કરવામાં કેટલો સમય લાગશે.' ત્યારે નગરપાલિકા તરફથી કહેવામાં આવ્યું હતું કે,રાય સરકાર જોડેથી જરી ભંડોળ મળી જાય એટલે સમગ્ર સિસ્ટમ ચાલુ થઇ જશે.' હાઇકોર્ટે ટકોર કરી હતી કે,ઓખા નગરપાલિકા તો એક સમૃદ્ધ નગરપાલિકા હોવી જોઇએ. ઓખા અને બેટ દ્રારકા બંને વિસ્તારો વિકસીત થઇ રહ્યા છે. તમે ટેકસ યોગ્ય રીતે નહીં લેતાં હોવ. સરકારના ભંડોળ ઉપર જ તમારે નિર્ભર રહેવું જોઇએ નહીં. સરકાર પણ ઓખા નગરપાલિકાની વિનંતી ઉપર ધ્યાન આપે.' આ કેસમાં મૂળ ગિરનાર પર્વત કેસની સુનાવણી દરમિયાન ઓખા નગરપાલિકા તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, મટિરિઅલ્સ રિકવરી ફેસિલિટીનું બાંધકામ થઇ ગયું છે.
ગિરનાર ડુંગર પરના મંદિરો ખાતે પ્લાસ્ટિક વેસ્ટ અને ગંદકી મામલે જાહેરહિતની અરજી થઇ હતી.તેમ હવે રાયમાં મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટનો કેવી રીતે નિકાલ કરાય છે. તેમજ ત્યાં કેવા પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ છે, તેની ઉપર સુનાવણી ચાલી રહી છે. જે કેસમાં હાઇકોર્ટે દરેક મહાનગરપાલિકા નગર પાલિકાઓમાં જરિયાત મુજબની સુવિધાઓ છે કે કેમ અને તે યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે ચકાસવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નિર્દેશ આપ્યા હતા.
આ મુદ્દે ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ અગાઉ સરકારે જણાવ્યું હતું કે રાયની આઠ મહાનગરપાલિકાઓ ઉપરાંત તાજેતરમાં નવી નવ મહાનગર પાલિકાઓની રચના કરવામાં આવી છે. નવી બનેલી મહાનગર પાલિકાઓને સમય આપીને તપાસ કરવામાં આવશે. પ્લાસ્ટિક નિકાલના મુદ્દે રાય સરકાર દ્રારા લેવામાં આવતા પગલાં અપૂરતા છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્રારા કરવામાં આવતી કામગીરીને લઈને પણ હાઇકોર્ટ દ્રારા ટકોર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ઓખા વચ્ચે તંત્ર દ્વારા ધાર્મિક દબાણો હટાવાયા
April 29, 2025 01:24 PMનાવદ્રા ગામમાં રેતી ભરેલા ટ્રેકટર-ટ્રોલી સાથે એકની અટકાયત
April 29, 2025 01:22 PMસની દેઓલે દેહરાદૂનમાં 'બોર્ડર 2'નું શૂટિંગ શરૂ કર્યું
April 29, 2025 12:52 PMરેડ 2' રિલીઝ થાય તે પહેલાં સેન્સર બોર્ડની કાતર ફરી
April 29, 2025 12:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech