કોંગ્રેસના બન્ને કોર્પેારેટરને પરત લેવા પડે; શહેરી વિકાસનો હુકમ

  • March 12, 2024 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં વોર્ડ નં.૧૫માં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પેારેટર વશરામ સાગઠિયા અને કોમલબેન ભારાઇ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા પક્ષ પલટા બદલ બન્નેને શહેરી વિકાસ વિભાગ દ્રારા પક્ષાંતર ધારા હેઠળ ડિસ્કવોલિફાઇ કરવામાં આવ્યા હતા, દરમિયાન બન્ને મૂળ પક્ષ માં પરત ફરતા તેમજ હાઇકોર્ટમાં આ અંગેનો કેસ ચાલી જતા બન્નેને પુન: સ્થાપિત કરવા માટે ચુકાદો આવ્યો હતો આમ છતાં આ બન્નેને શહેરી વિકાસ વિભાગનું લેખિત માર્ગદર્શન મળ્યા બાદ પુન: સ્થાપિત કરાશે તેમ શાસકો અને તંત્રવાહકોએ જણાવ્યુ હતું. દરમિયાન ગત સાંજે આ બન્નેને પરત લેવા પડે તેવા મતલબનું લેખિત માર્ગદર્શન મ્યુનિસિપલ કમિશનરને આવી ગયું હોવાનું જાણવા મળે છે.


દરમિયાન સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને શહેરી વિકાસ વિભાગએ કરેલી લેખિત જાણમાં જે જણાવ્યું છે તે અક્ષરશ: આ મુજબ છે.નામોદિષ્ટ અધિકારી, જુના સચિવાલય, ગાંધીનગરના તા.૦૬.૦૩.૨૦૨૪ ના પત્ર ક્રમાંક:નામોદિષ્ટ્રવશી૨૧૫–૨૧૬૨૦૨૪ ની નકલ તથા અરજદારશ્રીની તા.૦૪૦૩૨૦૨૪ ની રજુઆત તથા આ પ્રકરણમા નામ.હાઈકોર્ટમા દાખલ થયેલ કોર્ટ કેસ  ૪૯,૫૦૨૦૨૩ મા તા.૧૬૦૨૨૦૨૪ના રોજ થઇ આવેલ ઓરલ ઓર્ડરની અવમાનના ન થાય તે ધ્યાને લઇને આપની કક્ષાએથી નિયમોનુસારની કાર્યવાહી કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.
રાજકોટ મહાપાલિકામાં બનેલી ઉપરોકત રાજકીય ઘટનાની સિલસીલાબધ્ધ હકીકત જોઇએ તો ડિસેમ્બર–૨૦૨૨માં યોજાયેલી ગુજરાત રાજય વિધાનસભાની ગત ચૂંટણી પૂર્વે મતલબ કે અંદાજે સવા વર્ષ પૂર્વે રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૧૫ના ભારતીય રાષ્ટ્ર્રીય કોંગ્રેસ પક્ષના કોર્પેારેટર વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ કોંગ્રેસ પક્ષમાંથી પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા હતા તેથી તેમની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્રારા શહેરી વિકાસ વિભાગ સુધી લેખિત રજૂઆતો કરાતા શહેરી વિકાસ વિભાગએ આ બંને કોર્પેારેટરને ડિસ્કવોલિફાઇ કરવા હત્પકમ કર્યેા હતો અને ત્યારબાદ લાંબી કાનૂની લડત ચાલી હતી જે દરમિયાન વોર્ડ નં.૧૫માં ખાલી પડેલી ઉપરોકત બન્ને બેઠકની પેટા ચૂંટણી યોજવા શહેરી વિકાસ વિભાગ દ્રારા જાહેરનામું પ્રસિધ્ધ કરાતા જોરશોરથી પેટા ચૂંટણીનો પ્રચાર શરૂ થયો હતો


દરમિયાન ડિસ્કવોલિફાઇ જાહેર થયેલા વશરામ સાગઠિયાએ તેમની સામે પક્ષાંતર મામલે ચાલતા કેસનો ચુકાદો આવ્યા પૂર્વે કઇ રીતે પેટા ચૂંટણી યોજી શકાય તેવો કાનૂની મુદ્દો ઉપસ્થિત કરી હાઇકોર્ટમાં દાદ માંગતા કોર્ટએ પેટા ચૂંટણી યોજી ન શકાય તેવું ડિરેકશન આપતા આ વોર્ડની બન્ને બેઠકની પેટા ચુંટણી રદ કરાઇ હતી ત્યારબાદ પક્ષાંતર ધારા હેઠળના કેસનો તાજેતરમાં ચુકાદો આવી જતા અને બંને કોર્પેારેટરને તેમના પદ ઉપર પુન:સ્થાપિત કરવામાં આવે તેવો ચુકાદો આપતા આ બન્ને કોર્પેારેટરોએ શહેર કોંગ્રેસના નેજા હેઠળ પ્રેસ કોન્ફરન્સ યોજી તેની જાહેરાત કરી હતી. યારે ત્યારબાદ રાજકોટ મહાપાલિકાની ગત જનરલ બોર્ડ મિટિંગમાં આ બન્ને કોર્પેારેટર પ્રશ્નકાળમાં તેમના પ્રશ્નો ઇનવર્ડ કરાવવા આવ્યા હતા
જે તંત્રવાહકોએ ઇનવર્ડ કર્યા ન હતા તેમજ બંનેને બોર્ડ મિટિંગમાં પણ બેસવા દેવામાં આવ્યા ન હતા. તત્કાલીન સમયે પદાધિકારીઓ અને તંત્રવાહકોએ એવું કહીને બંનેને પ્રવેશ આપ્યો ન હતો કે શહેરી વિકાસ વિભાગ તરફથી આ મામલે તેમને કોઈ સૂચના આપવામાં આવી નથી જેથી તેમના પ્રશ્નો કરી શકાય નહીં અને તેમને બોર્ડ મિટિંગમાં ઉપસ્થિત રહેવા દઇ શકાય નહીં, માથાકૂટ થતા આ મામલે શહેરી વિકાસ વિભાગનું માર્ગદર્શન માંગશુ તેવી ખાતરી આપવામાં આવી હતી અને શહેરી વિકાસ વિભાગનું માર્ગદર્શન માંગવામાં પણ આવ્યું હતું. દરમિયાન તે મામલે તાજેતરમાં એવો નિર્દેશ અપાયો હતો કે હાઇકોર્ટના ચુકાદા અન્વયે બંનેને પરત લેવા પડે..! જોકે આ મામલે કે આવો કોઇ હત્પકમ આવ્યાના મુદ્દે આજ સુધી તત્રં વાહકો કે શાસકોએ મગનું નામ મરી પાડું નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application