જામનગર એલસીબી દ્વારા વોરન્ટની બજવણી : લાજપોર જેલમાં ધકેલ્યો
ભાણવડના પાછતરડી ગામના પ્રોહબી બુટલેગર સામે પાસા હેઠળ જામનગર એલસીબીની ટુકડીએ કાર્યવાહી કરીને વોરન્ટની બજવણી કરી તેને સુરતની લાજપોર જેલમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જામનગર પોલીસ દ્વારા પ્રોહી બુટલેગરો સહિતના માથાભારે શખ્સો સામે પાસાના વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચનાથી પ્રોહી બુટલેગરો સહિતના શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સુચનાઓ કરવામાં આવી હતી જે અનુસંધાને જામનગર એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆઇ પટેલ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.
દરમ્યાનમાં એસપી મારફતે જીલ્લા મેજી. બી. કે. પંડયા તરફ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટે ઇંગ્લીશ પ્રોહીબીશન ગુનામાં ભાણવડ તાલુકાના પાછતરડી ગામના મે રામા હુણ નામના ઇસમ વિરુઘ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કર્યુ હતું.
જે પાસા વોરન્ટની બજવણી એલસીબી પીએસઆઇ પટેલ તથા સ્ટાફના શરદ પરમાર, હિરેન વરણવા, સુરેશ માલકીયાએ કરી જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી હતી. પાસા વોરન્ટના આધારે મે હુણને સુરતની લાજપોરની મઘ્યસ્થ જેલમાં મોકલી આપવાની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech