ખાનગી પ્રકાશકોના પુસ્તકો શાળામાં નહીં ભણાવી શકાય: સરકારનો આદેશ

  • June 26, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાનગી શાળાઓમાં એનસીઆરટી કે જીસીઆરટી સિવાયના ખાનગી પ્રકાશકો ના પુસ્તકો ભણાવવાની બોલબાલા છે પરિણામે વાલી પર બહુ મોટો બોજ આવે છે ખાનગી કંપનીના પ્રકાશિત તા પુસ્તકો નું કરોડોના વેપાર ને મામલે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે.ખાનગી પ્રકાશન દ્વારા પ્રકાશિત તાં પુસ્તકો નહી ભણાવવા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાત સ્ટેટ બોર્ડની સ્કૂલો એનસીઆરટી કે જીસીઆરટી અને સીબીએસસી સ્કૂલનો માન્ય એવા એનસીઆરટી ના પુસ્તકો સિવાય કોઈપણ ખાનગી પ્રકાશકોના પુસ્તકો લાવવા માટે વાલી કે વિર્દ્યાીઓને દબાણ કરી શકશે નહીં. જો આવું દબાણ કરશે તો શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આરટીઇએકટની ૨૦૦૯ની કલમ ૨ (એન) હેઠળ તમામ કેન્દ્રીય શાળાઓ કે સીબીએસસી સ્કૂલનો એનસીઆરટી અવા તો એસ સી ઈ આર ટી ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રક્રિયાને અનુસરવાની રહેશે તે શાળાની માન્યતા ની શરતો મુજબ જે અભ્યાસક્રમ ચાલતો હોય તે શાળાઓ માટે નિયત યેલી શૈક્ષણિક સત્તામંડળ દ્વારા માન્યતા પ્રાપ્ત યેલા પ્રિન્ટેડ સામગ્રી બહુ જ ઉપયોગ કરવાનો રહેશે આ સિવાય માન્યતા વગરના પાઠ્યપુસ્તકો કે પુસ્તકો તેમજ માર્ગદર્શિકા કે સ્વાધ્યાયપોી તા નિબંધ માળા અવા અન્ય પ્રિન્ટેડ સામગ્રી નો ઉપયોગ નહીં કરી શકાય.

આ ઉપરાંત એકેડમી ઓોરિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે સાહિત્ય શાળાઓએ ફરજિયાત વાપરવાનું રહેશે પ્રામિક શાળામાં એવું કોઈ પણ સાહિત્ય નહીં વાપરી શકાય કે જે શૈક્ષણિક સતાધિકાર દ્વારા મંજૂર કરવામાં ન આવ્યું હોય.
ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી ગાઈડ સ્વાધ્યાયપોી નકક્ષાપોી પ્રયોગપોી નિબંધમાળા વગેરે વાપરવામાં આવે છે પરંતુ તેની મંજૂરી રાજ્ય મેળવવા ન હોવાી આવું કોઈપણ ખાનગી સાહિત્ય સ્કૂલોમાં ઉપયોગમાં લઈ શકાશે નહીં સરકારે ઠરાવવામાં આવેલી જોગવાઈ મુજબ કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સ્કૂલમાં એનસીઆરટી કે જીસીઆરટી ના પુસ્તકો સિવાય ના લાવવા બાળકો પર દબાણ લવાય તેમના પર ખાનગી પુસ્તકો ખરીદવા માટે દબાણ કરવામાં આવશે તો સ્કૂલ મેનેજમેન્ટ સામે જુવેનાઈલ એક્ટ ૨૦૧૫ ની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
​​​​​​​
આ તમામ ઠરાવની જોગવાઈનું પાલન કરવા માટે પ્રામિક શિક્ષણ નિયામક કચેરી જિલ્લ ા તાલુકા કક્ષાના શૈક્ષણિક અધિકારીઓને કડક આદેશ આપવામાં આવ્યા છે આ તમામ જોગવાઈઓનું અને સુચનાઓ શાળાએ પોતાની વેબસાઈટ પર તેમજ નોટિસ બોર્ડ પર મૂકવાની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News