અમેરિકાના કોલોરાડોમાં એક યહૂદી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ મોલોટોવ કોકટેલ્સ (જ્વલનશીલ પદાર્થથી ભરેલી બોટલ) થી ભીડ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં લગભગ 6 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે, જેમને તાબડતોબ સારવાર માટે ખસેડાયા છે જયારે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ સમય દરમિયાન હુમલાખોર 'ફ્રી પેલેસ્ટાઇન' જેવા નારા લગાવી રહ્યો હતો. હાલમાં, પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ તેને આતંકવાદી ઘટના ગણાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલોરાડોના બોલ્ડરમાં ઇઝરાયલી બંધકોની યાદમાં એક જૂથ એકઠું થયું હતું. તે દરમિયાન એક વ્યક્તિએ ભીડ પર મોલોટોવ કોકટેલ ફેંકી હતી. તેણે ફ્લેમથ્રોવરથી પણ હુમલો કર્યો હતો. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સુલેમાન તરીકે થઈ છે. એવું જાણવા મળ્યું છે કે ભીડ પર હુમલો કરતી વખતે હુમલાખોર ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવી રહ્યો હતો.
બોલ્ડર પોલીસ ચીફ સ્ટીફન રેડફર્ને કહ્યું છે કે એક વ્યક્તિ હથિયાર સાથે ફરતો અને લોકોને સળગાવતો હોવાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં ઘાયલ થયેલા તમામ 6 લોકોની ઉંમર 67 થી 88 વર્ષની વચ્ચે છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક દર્દીની હાલત ગંભીર છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં પોલીસે હુમલાખોર વિશે વધુ માહિતી આપી નથી. એવું માનવામાં આવે છે કે તેણે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ઘટનાસ્થળે અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો ન હતો. ખાસ વાત એ છે કે તે પોતે આ હુમલામાં ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને કેટલી ઈજાઓ થઈ છે તે સ્પષ્ટ નથી.
એફબીઆઈના ડેપ્યુટી ડિરેક્ટરે લખ્યું, 'પ્રારંભિક માહિતીના આધારે, આ આતંકવાદી ઘટનાની તપાસ વૈચારિક રીતે પ્રેરિત હિંસાની ઘટના તરીકે કરવામાં આવી રહી છે. વધુ તપાસ ચાલી રહી છે.
મોહમ્મદ સાબરી સુલેમાન ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે
નોંધનીય છે કે મોહમ્મદ સાબરી સુલેમાન ઇજિપ્તનો નાગરિક છે અને તેના વિઝાની મુદત પૂરી થયા પછી ગેરકાયદેસર રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહે છે.ફોક્સ ન્યૂઝના બિલ મેલુગિનને ટાંકીને પત્રકાર કોલિન રગના જણાવ્યા અનુસાર, સોલીમન 27 ઓગસ્ટ, 2022 ના રોજ બાઈડેન વહીવટ દરમિયાન લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા યુએસમાં પ્રવેશ્યો હતો અને ગેરકાયદે અહી વસી રહ્યો છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech