8 માર્ચે નેટફ્લિક્સ પર બોમ્બે બેગમ્સ મચાવશે ધૂમ 

  • March 02, 2021 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ એટલે કે 8 માર્ચે નેટફ્લિક્સ પર બોમ્બે બેગમ્સ રિલીઝ થવાની છે. આ શોમાં પૂજા ભટ્ટ, શાહાના ગોસ્વામી, અમૃતા સુભાષ અને રાહુલ બોસ મુખ્ય પાત્રોમાં હશે. આ શો લિપસ્ટિક અંડર માય બુર્ખા ફેમ અલંકૃતા શ્રીવાસ્તવે લખી છે અને નિર્દેશિત કરી છે. સીરીઝમાં વાર્તાના માધ્યમથી મુંબઈની પાંચ મોર્ડન મહિલાઓના મહત્વકાંક્ષાઓ, ચાહત, પાવર મેળવવા માટે સંઘર્ષને દર્શાવવામાં આવ્યો છે. 

 

અલંકુતાનું કહેવું છે કે, બોમ્બે બેગમ્સ એવી વાર્તા છે જે ભારતીય મહિલાઓ વિશે છે. જેનાથી ભારત સહિત દુનિયાની તમામ મહિલાઓ ખુદને જોડાયેલી અનુભવશે. આ સીરીઝમાં કામકાજી ભારતીય મહિલાઓની મુશ્કેલ સફરને દર્શાવવામાં આવી છે. જે પાવર અને સફળતા મેળવવા માટે મહત્વકાંક્ષી છે. પરંતુ તેમને આ સફર દરમિયાન અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમાં કેટલીક ઈચ્છા પુરી થાય છે કેટલીક અધુરી રહી જાય છે. આ શોને નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવશે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS