છેલ્લા ૪૮ કલાકમાં ૧૦ લાઈટમાં બોમ્બની ધમકીના મામલાને ગંભીર ગણીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ બોમ્બની ધમકીને લઈને એક સુરક્ષા બેઠક યોજી હતી, જેમાં ઉડ્ડયન સંબંધિત સુરક્ષા એજન્સીઓએ ભાગ લીધો હતો.
સુરક્ષા એજન્સીઓને ટાંકીને એ પણ સામે આવ્યું છે કે જે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્રારા પ્લેનમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવામાં આવી હતી તેને બ્લોક કરી દેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓને સોશિયલ મીડિયા દ્રારા મળેલી આવી કેટલીક ધમકીઓ લંડન સહિત અન્ય કેટલાક દેશો સાથે સંબંધિત છે.
સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેઓ તપાસ કરતા પહેલા કોઈપણ પ્રકારની માહિતીને અફવા ન ગણી શકે, કારણ કે મુસાફરોની સુરક્ષા સર્વેાપરી છે. આ કારણે જો કોઈ વ્યકિત સોશ્યિલ મીડિયા પર પ્લેનમાં બોમ્બ હોવાના ખોટા સમાચાર લખે તો પણ તપાસ માટે પ્લેનને તાત્કાલિક નજીકના એરપોર્ટ પર લેન્ડ કરવું પડે છે. આથી સરકારે હવે આવી ખોટી વાતો લખનારા કે ધમકીઓ આપનારાઓ સામે કડક વલણ અપનાવવાનું નક્કી કયુ છે. આજની બેઠકમાં મંત્રાલય આ અંગે પોતાનો અભિપ્રાય વ્યકત કરી શકે છે.
ગઈકાલે પ્લેનમાં બોમ્બ હોવાના સમાચારથી અયોધ્યા એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. જયપુરથી અયોધ્યા આવી રહેલી એર ઈન્ડિયાની લાઈટ આઈએકસ ૭૬૫માં બોમ્બ હોવાની માહિતી મળ્યા બાદ તરત જ પ્લેનની તપાસ શ કરવામાં આવી હતી. વિમાનના તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. એરપોર્ટ સુરક્ષા અને સ્થાનિક વહીવટી ટીમે પ્લેનની સંપૂર્ણ સુરક્ષા તપાસ કરી હતી અને બોમ્બની ધમકી એક છેતરપિંડી હોવાનું જણાયું હતું. એરલાઈન એર ઈન્ડિયા એકસપ્રેસે કહ્યું કે આ ધમકી સોશિયલ મીડિયા દ્રારા આપવામાં આવી છે.
ગઈકાલે એર ઈન્ડિયાની લાઈટ એઆઈ ૧૨૭ એ દિલ્હીથી શિકાગો માટે ઉડાન ભરી હતી. પરંતુ બોમ્બની ધમકી મળતાં વિમાનને તપાસ માટે કેનેડાના ઇકલુઈટ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બોમ્બના સમાચાર ખોટા હોવાનું જાણવા મળ્યું હતું. એર ઈન્ડિયાએ આના કારણે થયેલા નુકસાન અંગે કાનૂની કાર્યવાહી અને વસૂલાત કરવાની પણ માહિતી આપી છે.
સિંગાપોરના રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયા પર કહ્યું કે એર ઈન્ડિયા એકસપ્રેસને સિંગાપોર પહોંચતી લાઈટ એએકસબી ૬૮૪ પર ઈમેલ દ્રારા બોમ્બની ધમકી મળી છે. જે બાદ સિંગાપોરના બે સૈન્ય વિમાનોની સુરક્ષા હેઠળ લાઇટને વસ્તીવાળા વિસ્તારની બહાર લઈ જવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. બોમ્બના સમાચાર ખોટા હતા. પ્લેન સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર રાત્રે ૧૦:૦૪ કલાકે સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
સોમવારે ૧૪ ઓકટોબરે એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ લાઈટ એઆઈ ૧૧૯માં બોમ્બ હોવાના સમાચારને કારણે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં સોમવારે સવારે મુંબઈથી ન્યૂયોર્કના હોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જઈ રહેલા પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર સોશિયલ મીડિયા દ્રારા મળ્યા હતા. આ પછી તરત જ વિમાનને દિલ્હી તરફ વાળવામાં આવ્યું હતું. તેનું ઇમરજન્સી લેન્ડિંગ અહીં આઈજીઆઈ એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. જો કે તપાસ બાદ બોમ્બના સમાચાર માત્ર અફવા સાબિત થયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રેનના સામાન્ય વર્ગમાં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, રેલવેની આ યોજના મુસાફરીને બનાવશે સરળ
November 24, 2024 07:31 PMસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech