દિલ્હી–વારાણસી લાઈટમાં બોમ્બની ધમકી, મુસાફારો બારીમાંથી કુદી પડયા

  • May 28, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિલ્હીથી વારાણસી માટે ઉડાન ભરવા જઈ રહેલી ઈન્ડિગોની લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ દિલ્હી એર પોર્ટ પર અફરા તફરી મચી જવા પામી હતી, તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનને તપાસ માટે લઈ જવામાં આવ્યું હતું. એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે એવિએશન સિકયુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટનાસ્થળે છે. મુસાફરોમાં ભય એટલો બધો ફેલાયો હતો કે અમુક ઉતાં એ તો બારીમાંથી નીચે ઝંપલાવી દીધું હતું. દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગોની લાઈટમાં બોમ્બ હોવાના સમાચારે ખળભળાટ મચાવ્યો હતો, ત્યારબાદ મુસાફરો ઉતાવળમાં લાઈટમાંથી ઉતરી ગયા હતા.આ દરમિયાન ઘણા મુસાફરો કૂદતા પણ જોવા મળ્યા હતા. બોમ્બ એલર્ટના કારણે દિલ્હી એરપોર્ટ પર ભયનો માહોલ સર્જાયો હતો. જો કે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.

એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે, પ્લેનને તપાસ માટે લઈ જવામાં આવ્યું છે. એવિએશન સિકયુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ હાલ ઘટનાસ્થળે છે. દિલ્હી ફાયર સર્વિસ અનુસાર સવારે ૫.૩૫ વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. કયુઆરટી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ મુસાફરોને ઈમરજન્સી દરવાજા દ્રારા બહાર કાઢવામાં આવ્યા હતા.
તાજેતરમાં દિલ્હીથી વડોદરા જતી એર ઈન્ડિયાની લાઈટમાં ટિશ્યુ પેપર પર લખેલા બોમ્બ શબ્દના કારણે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના સમયે પ્લેનમાં ૧૭૫ યાત્રીઓ સવાર હતા, જે ટેકઓફ પહેલા જ બની હતી. પોલીસે કહ્યું હતું કે તેમને ૧૫ મેના રોજ સાંજે ૭.૩૦ વાગ્યે ધમકીની માહિતી મળી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, સાંજે ૭ વાગ્યાની આસપાસ લાઈટના ટોઈલેટમાંથી ટિશ્યુ પેપર મળી આવ્યા હતા. માનક સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને સુરક્ષા એજન્સીઓ દ્રારા ફરજિયાત તપાસ માટે એરક્રાટને ખાલી કરવામાં આવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસે નોટ મુકનારી વ્યકિતની શોધખોળ શ કરી હતી.અને બીજી લાઈટની વ્યવસ્થા કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application