Bomb Threat to Fights: ચાર વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અમેરિકા જવા વાળી ફ્લાઈટ્સનો પણ સમાવેશ

  • October 15, 2024 07:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે મુંબઈથી આવતી ત્રણ ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. આ પછી મંગળવારે પણ ચાર ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, જે નકલી નીકળી હતી. આ ધમકીઓ સોશિયલ સાઈટ એક્સ પર આપવામાં આવી હતી. શિકાગો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ધમકી મળ્યા બાદ કેનેડા તરફ ડાઈવર્ટ કરવામાં આવી હતી.


દેશના ચાર વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી સોશિયલ મીડિયા સાઇટ X પરથી મળી છે. આ પછી સુરક્ષા એજન્સીઓએ વિવિધ એરપોર્ટ પર આતંકવાદ વિરોધી કવાયત શરૂ કરી હતી. જો કે આ ધમકી નકલી નીકળી હતી. તપાસ એજન્સીઓએ આ અંગે માહિતી આપી છે.


એક્સ હેન્ડલે દાવો કર્યો હતો કે આ વિમાનોમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. તેણે એરલાઇન અને પોલીસ હેન્ડલ્સને પણ ટેગ કર્યા હતા.


આ વિમાનોને મળી હતી ધમકી

આ વિમાનમાં જયપુરથી બેંગલુરુ થઈને અયોધ્યા જવા વાળી ફ્લાઈટ એર ઈન્ડિયા એક્સપ્રેસ એરક્રાફ્ટ (IX765), સ્પાઈસ જેટ ફ્લાઇટ (SG116) દરભંગાથી મુંબઈ, અકાસા એર એરક્રાફ્ટ (QP 1373) સિલીગુડીથી બેંગલુરુ અને દિલ્હીથી શિકાગો જતી એર ઈન્ડિયા (AI 127) ફ્લાઈટને ધમકીઓ મળી હતી.


એર ઈન્ડિયા એક્સપ્રેસે આપ્યું નિવેદન

અયોધ્યા જઈ રહેલા વિમાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે એર ઈન્ડિયા એક્સપ્રેસે કહ્યું હતુ કે, આ ધમકી અન્ય કેટલીક એરલાઇન્સના વિમાનો સાથે અસત્યાપિત સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મળી હતી. આ પછી બોમ્બ ડિસ્પોઝલ કમિટીના જણાવ્યા અનુસાર સુરક્ષા પ્રોટોકોલ તરત જ સક્રિય કરવામાં આવ્યા હતા. ફ્લાઈટ સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવી હતી. આ પછી તમામ ફરજિયાત સુરક્ષા પ્રક્રિયાઓને અનુસરીને એરક્રાફ્ટને પરિચાલન માટે છોડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application