બોલિવૂડના સ્ટાર્સે વનતારાના કાર્ય, અનંતના સંકલ્પને વખાણ્યા

  • March 06, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
દીપિકા પાદુકોણે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વનતારા આઈકોનિક ઉદ્ઘાટન માટે વખાણ કર્યા હતા ને કહ્યું કે આ આ આઇકોનિક પળ માટે અનંત અને રાધિકા અંબાણીને અભિનંદન.

શાહરુખ ખાન પછી, દીપિકા પાદુકોણે પણ અનંત અંબાણીના વનતારા પ્રોજેક્ટની પ્રશંસા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર વન્યજીવ કેન્દ્રની તેમની તાજેતરની મુલાકાતની તસવીરો પોસ્ટ કરી હતી. અન્ય બોલિવૂડ કલાકારો જેમ કે અનન્યા પાંડે, જાહ્નવી કપૂર અને વીર પહારિયા પણ આ કામને લઈને અભિનંદન આપ્યા છે.

દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "ખરેખર એક અનોખું વનતારા. આ આઇકોનિક પળ માટે અનંત અને રાધિકા અંબાણીને અભિનંદન.

શાહરૂખ ખાન ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, 'પ્રાણીઓને પ્રેમની જરૂર હોય છે અને તેમને રક્ષણ અને સંભાળની પણ જરૂર હોય છે. તેમના સ્વાસ્થ્ય અને સલામતીનું ધ્યાન રાખવું એ આપણા પ્લેનેટ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વનતારામાં હાજરી આને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. વ્યક્તિના હૃદયની શુદ્ધતા તેના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી પ્રતિબિંબિત થાય છે. વનતારા અને અનંત અંબાણીનો મૂંગા અને બેઘર પ્રાણીઓને સલામત સ્થાન પૂરું પાડવાનો સંકલ્પ આનો પુરાવો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'મેં એક હાથી જોયો જે એસિડ હુમલાનો ભોગ બન્યો હતો. તે હાથી સાથે ખૂબ જ કાળજીપૂર્વક વર્તન કરવામાં આવી રહ્યું હતું. ત્યાં બીજા હાથીઓ પણ હતા, જેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી. દુઃખની વાત એ છે કે, આ હાથીઓની દૃષ્ટિ છીનવી લેનાર બીજો કોઈ નહીં પણ તેમનો પોતાનો જ મહાવત હતો. બીજો હાથી એક ટ્રકની અડફેટે આવી ગયો હતો. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉભો કરે છે - લોકો આટલા બેદરકાર અને ક્રૂર કેવી રીતે હોઈ શકે? ચાલો આવી બેજવાબદારીનો અંત લાવીએ અને પ્રાણીઓ પ્રત્યે દયા પર ધ્યાન કેન્દ્રિત કરીએ.


જામનગરમાં અનંત અંબાણીની મહત્વાકાંક્ષી પરિયોજના વનતારાએ એનિમલ વેલ્ફેર અને કન્ઝર્વેશનમાં પોતાના યોગદાન માટે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત કરી છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી દ્વારા ''પ્રત્યેક પ્રાણી માટે આશા અને ઉપચારનું એક અભ્યારણ્ય'' તરીકે વર્ણિત 3000 એકરમાં ફેલાયેલું આ પરિસર સમગ્ર વિશ્વના જરૂરતમંદ પ્રાણીઓ માટે એક ઝૂઓલોજિકલ રિસર્ચ, રેસ્ક્યુ અને રિહેબિલિટેશનના કેન્દ્ર તરીકે કામ કરે છે. વનતારા 2000થી વધુ પ્રજાતિઓનું ઘર છે. વનતારાએ 10 લાખ પ્રાણીઓ અને પક્ષીઓના જીવન પર સકારાત્મક અસર છોડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application