મુંબઈમાં બોલીવૂડ ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. તેને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં એક ચોર ઘૂસી ગયો હતો. ચોરે જ સૈફ પર છરીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં સૈફ અલી ખાનની અઢી કલાક સુધી સર્જરી ચાલી.
મળતી માહિતી મુજબ, આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. સૈફના ઘરમાં એક ચોર ઘૂસી ગયો હતો. આ દરમિયાન કેટલાક નોકરો ઊંઘમાંથી જાગી ગયા હતા. તેમણે અવાજ કર્યો તો સૈફ અલી ખાન પણ ઊંઘમાંથી ઉઠી બહાર આવ્યો હતો. તેણે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ચોરે સૈફ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. આથી તેને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં નોકરો અને ઘરના કેટલાક સભ્યો સૈફને હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટના બાદ ચોર ફરાર છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.
સૈફ અલી ખાન પર થયેલા હુમલા અંગે મુંબઈ પોલીસે કહ્યું કે, એક અજાણ્યો વ્યક્તિ અભિનેતાના ઘરમાં ઘૂસી ગયો હતો. આ પછી, સૈફ અને ઘૂસણખોર વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ દરમિયાન તેણે સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કર્યો હતો. આ મામલાની તપાસ હજુ પણ ચાલુ છે.
હાલમાં, હુમલા સમયે પરિવારના બાકીના સભ્યો ક્યાં હતા તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલા ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે બહેન કરીના કપૂર, મિત્ર રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી. ત્રણેયે સાથે રાત્રિ ભોજનનો આનંદ પણ માણ્યો હતો. કરીનાએ બહેન કરિશ્માની આ પોસ્ટ તેના એકાઉન્ટ પર ફરીથી શેર કરી છે. જોકે, સૈફ પર હુમલો થયો ત્યારે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.
લીલાવતી હોસ્પિટલનું નિવેદન
સૈફને સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને છરીના 6 ઘા માર્યા હતા, જેના કારણે સૈફના શરીર પર બે ઊંડા ઘા પડ્યા હતા. આમાંથી એક ઘા કરોડરજ્જુની નજીક છે. અભિનેતાનું ઓપરેશન ન્યુરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડૉ.ના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
સૈફની ટીમ તરફથી નિવેદન
સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં તેમની સર્જરી લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર લીના અને ડોક્ટર નીતિન ડાંગે સૈફની સારવાર કરી રહ્યા છે. આ હુમલામાં સૈફના ઘરનો એક કર્મચારી પણ ઘાયલ થયો છે. આવી પરિસ્થિતિમાં અમે મીડિયા અને ચાહકોને અમારો સાથ આપવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને અપડેટ કરતા રહીશું.
ગળા-પીઠ અને હાથ પર ગંભીર ઈજાઓ થઈ
પ્રાપ્ત માહિતી અનુસાર સૈફ અલી ખાનને ગળા, પીઠ અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને અમુક ઘા ઊંડા લાગ્યા છે જેના કારણે રિકવરીમાં ટાઈમ લાગી શકે છે. લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના શરીર પર 6 ભાગ પર ઈજાના નિશાન મળ્યા છે. પોલીસે આ મામલે સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરી દીધી છે.
કરીના કપૂર અને બાળકો સુરક્ષિત
મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સૈફ અલી ખાનને પહેલા છરીના ઘા મારવામાં આવ્યા કે પછી ચોર સાથે થયેલી અથડામણમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે અને આરોપીને પકડવા માટે ટીમ પણ બનાવાઈ છે. કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. તેઓ પણ હાલમાં હોસ્પિટલમાં સૈફની સાથે છે.
હાઉસ હેલ્પર પર આશંકા
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે સૈફ અલી ખાનના ઘરના સીસીટીવી ચેક કર્યા છે. બે કલાકના સીસીટીવી ચેક કર્યા તેમાં તેના ઘરમાં બહારની વ્યક્તિ અંદર પ્રવેશ કરતી હોવાનું જણાતું નથી. પોલીસને ઘરની અંદર હાઉસ હેલ્પરની ભૂમિકા પર શંકા છે. આ ઉપરાંત સૈફના સ્ટાફના 3 લોકોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ઘરના નોકરે કથિત ચોરનો પ્રવેશ કરાવ્યાની પણ ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech