મોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ

  • February 24, 2025 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કચ્છ તરફથી આવતી બોલેરો પીકઅપને ગાળા ગામ નજીક આંતરી લઈને ગૌરક્ષકોની ટીમે કતલખાને ધકેલાતા અબોલ જીવોને બચાવી લીધા હતા ૧૦ જીવ અને વાહન સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ અને ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છ બાજુથી મોરબી એક બોલેરો પીકઅપમાં અબોલ જીવો ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જેથી સંસ્થાઓ અને ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને મોરબી તાલુકાના ગાળા ગામ નજીકથી જીજે–૧૨એવાય–૨૯૦૧ને આંતરી લઈને તલાશી લેતા પાડા જીવ નગં ૧૦ ક્રુરતાપૂર્વક દોરડા વડે બાંધી કતલખાને લઇ જવાતા હતા જે અબોલ જીવોને બચાવી લીધા હતા અને બોલેરો ચાલકની પૂછપરછ કરતા શિકારપુરથી જીવો ભરી મોરબી ખાટકીવાસમાં લઇ જતા હોવાનું જણાવ્યું હતું જેથી અબોલ જીવોને બચાવી મોરબી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે અને આરોપી સાથે મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકને સોંપાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application