રણજીતસાગર ડેમના બેઠા પુલ નીચે બોલેરો ઉતરી જતા બે ફસાયા

  • April 15, 2021 08:56 PM 

મોડીરાત્રીના ફાયર બ્રિગેડની ટુકડીએ બંનેને સલામત બહાર કાઢ્યા

જામનગર નજીક રણજીતસાગર ડેમ ઓવરફ્લોના બેઠા પુલ નીચે ગત મોડીરાત્રીના બોલેરો ગાડી નીચે ઉતરી જતા બે લોકો ફસાયા હતા દરમિયાન ફાયર બિગેડ ની ટુકડી દ્વારા બંનેને સલામત રીતે બહાર ખસેડવા સહિતની કાર્યવાહી કરી હતી.

જામનગરના રણજીતસાગર ડેમના ઓવરફ્લોના બેઠા પુલ નીચે ગત મોડી રાત્રીના એક વાગ્યે એક બોલેરો કાર નીચે ઉતરી જતા બે લોકો ફસાયા છે એવો મેસેજ જામનગર ફાયર બ્રિગેડની ટુકડીને મળતા તાબડતોબ ટીમ ત્યાંથી રવાના થઈ હતી.

બોલેરો ગાડી નંબર જીજે10ટીએક્સ 1760 ના ચાલકે કાબૂ ગુમાવતા સાગર ડેમના બેઠા પુલ નીચે ગાડી ઉતરી ગઈ હતી, જેમાં બેઠેલા બે વ્યક્તિ ફસાયા હતા જેને ફાયર બ્રિગેડની ટીમે જીવંત હાલતમાં સલામત રીતે બહાર કાઢ્યા હતા, અને ગાડી ત્યાંથી ખસેડવાની કાર્યવાહી કરી હતી.

બોલેરો ગાડીમાં મુરલીધર સોસાયટીમાં રહેતા કાનાણી દર્શન દેવજીભાઈ ઉંમર વર્ષ 30 અને ઉદ્યોગ નગર વિસ્તારમાં રહેતા ગોસ્વામી માનવગીરી ભરતગીરી ઉંમર 16 હોવાનું જાણવા મળ્યું હતું. ફાઈલ ના સુત્રો દ્વારા વિગતો આપવામાં આવી હતી દરમિયાનમાં ચાલકે કાબૂ ગુમાવતા બોલેરો નીચે ઉતરી ગયાનું પ્રાથમિક રીતે જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS