જામનગરમાં રાધે કૃષ્ણ પાર્ક વિસ્તારમાં પાર્ક કરેલી બોલેરો કાર શોર્ટ સર્કિટના કારણે સળગી ગઈ

  • July 05, 2021 11:00 AM 

જામનગરમાં રાજ પાર્ક નજીક રાધે ક્રિષ્ના પાર્ક વિસ્તારના ઘણા સમયથી પાર્ક કરેલી એક બોલેરો કારમાં અકસ્માતે આગ લાગી હતી, અને કાર બળીને ખાક થઇ હતી. ફાયરે આગ બુઝાવી હતી.

 આગના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રાજપાર્ક નજીક રાધે કૃષ્ણ પાર્ક વિસ્તારમાં એક બોલેરો કારને ઘણા દિવસથી પાર્ક કરીને રાખવામાં આવી હતી. જે કારમાં રવિવારે બપોરે અકસ્માતે આગ લાગી ગઈ હતી. આગના બનાવ અંગે સ્થાનિક વિસ્તારમાં રહેતા એક નાગરિકે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને બુઝાવી હતી. આગના કારણે બોલેરો બળીને ખાખ થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS