પાકિસ્તાનના ચાર વ્યકિતના વીઝા માટે બોગસ સ્પોન્સર લેટર: એકની ધરપકડ

  • June 06, 2024 11:14 AM 


દેશની સુરક્ષા માટે લાલબત્તી સમાન ઘટનાની જાણવા મળતી વિગતો એવી છે કે અમદાવાદના સરદારનગર ભીલવાસમાં રહેતા ગોરધનભાઇ કિશનચદં સોનીની દીકરી કુંતિલાના  પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતા જયકુમાર રામસેવા સરદારનગરના ગોરધન સોનીએ દીકરી અને જમાઇને પાકિસ્તાનથી ભારત બોલાવવા રૂા.૧૫૦૦માં લેટર તૈયાર કરાવ્યો હતો.

પાકિસ્તાનમાં રહેતા દીકરી, જમાઇ અને બે સંતોનોને ભારત આવવા માટે વિઝાની જરૂર હોઇ પિતાએ જામીનદાર થઇને સ્પોન્સર લેટર તૈયાર કરાવ્યો હતો. ઝેરોકસની દુકાનવાળાએ  જ સ્પોન્સર લેટર પર ગાંધીનગર કૃષિભવનના આસિ. ડાયરેકટરનો સિક્કો બનાવી તે લેટર સબમિટ કરાવ્યો હતો. પાકિસ્તાનથી આવી રહેલા પરિવાર માટે રૂા.૧૫૦૦માં બોગસ સિક્કાવાળો લેટર તૈયાર થઇ ગયો. આ બાબતે આવેલી અરજી પર શંકા જતા સ્પેશિયલ બ્રાંચે એસઓજીની ટીમને તપાસ સોંપી ત્યારે ખોટા સહી સિક્કા વાળો લેટર હોવાનું માલૂમ પડું હતું. આ બાબતે પોલીસે બનાવટી સિક્કા મારી આપનાર ઝેરોકસની દુકાનવાળા ટેકચદં લોલતરામ લાધાણીની ધરપકડ કરી છે. તેણે આવા કેટલા લેટર બનાવ્યા તેની તપાસ ચાલી રહી છે.


કૃષિભવનના આસિસ્ટન્ટ ડાયરેકટરના નામનો સહી અને સિક્કો ખોટી રીતે લગાવી દીધો હતો. તેની જાણ પિતાને થઇ ન હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરતા સહી–સિક્કો ખોટો હોવાનું બહાર આવતા પિતાને લઇને ઝેરોકસની દુકાનમાં જઇને ટેકચંદની પૂછપરછ કરી હતી. દુકાનની તપાસ કરતા લાલ કલરનો પ્લાસ્ટિકનો સિક્કો મળી આવ્યો હતો. પૂછપરછમાં ટેકચંદે જણાવ્યું કે, તેણે ઓનલાઇન આસિસ્ટન્ટ ડાયરેકટરનો સિક્કો બનાવ્યો હતો. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ટેકચદં પહેલાં એજન્ટો સાથે કામ કરતો હતો અને આવા લેટર તૈયાર કરાવતો હતો. હવે પિતાએજન્ટોથી છૂટો થઇ ગયા બાદ તેણે જાતે જ આવા લેટર અને સિક્કા બનાવી કામ કરવાનું શ કરી દીધું હતું. એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે ખોટા સિક્કા કે લેટર તૈયાર કરનારા લોકો સામે કડક પગલાં લેવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News