રાજકોટમાં રૂ. 40 લાખનું બોગસ મેડિક્લેઇમનું કૌભાંડ, એક જ દિવસમા બે ડોક્ટરે ડાબી-જમણી બાજુ પેરાલીસીસનો રિપોર્ટ રજૂ કરતા ભાંડો ફૂટ્યો

  • April 11, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના શખસે બે અલગ અલગ ડોક્ટરના સારવારના અભિપ્રાયના કાગળો અને ખોટા એમઆરઆઈના રિપોર્ટ રજુ કરી રાજકોટની સમર્પણ હોસ્પિટલના ડોક્ટર અને કર્મચારીઓની મીલીભગતથી પોતાની ઇન્સ્યોરન્સ પોલિસીમાં રૂ.40 લાખનો વીમો પાસ કરવાનું કાવતરું તપાસ દરમિયાન ખુલ્લું પડતા વીમા કંપનીના કર્મચારીની ફરિયાદ પરથી પોલિસી ધરાવનાર મયુર કરશભાઈ છુંછાર, ડો.અંકિત હિતેષભાઇ કાથરાણી અને સમર્પણ હોસ્પિટલના જવાબદાર કર્મચારી સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે.


રૂ.40 લાખનો મેડીક્લેઇમ પાસ કરવા દાવો રજુ કર્યો

પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે વોરા સોસાયટીમાં આવેલા કેવલમ કિંગડમ એમ્પાયરમાં રહેતો મયુર કરશનભાઇ છુંછાર (ઉ.વ.30)નામના શખસએ પોતાની આઈસીઆઈસીઆઈ કંપનીની પોલિસીનો ક્લેઇમ મેળવવા માટે 150 ફૂટ રિંગ રોડ રામાપીર ચોકડી નજીક લાખના બંગલા પાસે આવેલી સમપર્ણ હોસ્પિટલના જવાબદાર કર્મચારીઓ સાથે મિલપિપણું કરી સમર્પણ હોસ્પિટલના ડો.મેહુલ સોલંકીએ મયુરને ડાબી બાજુ પેરાલીસીસની અસર હોવાનું અને ફિઝિશિયન ડો.મનોજ સીડાએ જમણી બાજુ પેરાલિસિસની અસર હોવાનું એક જ તારીખ.17-4ના રોજ અલગ અલગ સારવારના કાગળો મેળવી ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં આવેલા સહયોગ ઇમેજિંગના ખોટા એમઆરઆઈ રિપોર્ટ રજુ કરી રૂ.40 લાખનો મેડીક્લેઇમ પાસ કરવા દાવો રજુ કર્યો હતો. 


ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી

પરંતુ એક જ તારીખમાં અલગ અલગ ડોક્ટરના કન્સલ્ટેશન સારવારના કાગળો જોતા પોલિસી કંપનીના અધિકારી દ્વારા તપાસ કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો અને ગુનાહિત કાવતરું રચવા બદલ મયુર કરશનભાઈ છુંછાર, ડો.અંકિત હિતેષભાઇ કાથરાણી અને સમર્પણ હોસ્પિટલના સંડોવાયેલા જવાબદાર કર્મચારી તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application