મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં ફરાર બે આરોપીને રાજસ્થાનથી ઝડપી નાસતા ફરતા સ્કોર્ડ મહુવા ડિવિઝને ઝડપી લીધા હતા. પેલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ દ્વારા નાસતા-કરતા આરોપીઓને પકડી લેવા માટે ડિવિઝન વાઇઝ નસતા-ફરતા સ્કોર્ડની રચના કરી નાસતા-ફરતા આરોપીને પકડી લેવા આપેલી સખ્ત સૂચના તેમજ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલની ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા ફરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપી બીજા રાજયમાંથી બોગસ કોલ-સેન્ટર ચલાવી નાગરીકોને ખોટી લાલચ આપી છેત્તરપિંડી તથા ઠગાઇ આચરતા હોય તેવા વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલી સુચના મુજબ મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડ દ્વારા મહુવા ગ્રામ્ય પોલીસ મથકના ગુ.ર.નં-૧૧૧૯૮૦૭૦૨૪૦૪૭૭/૨૦૨૪ આઇ.પી.સી. મલમ-૪૧૭,૪૧૯,૪૨૦,૧૨૦(બી), ૩૪ તથા આઇ.ટી કલમ-૬૬(સી) (ડી) વિગેરે મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓ રવિન્દ્ર હરીનારાયણ પારીક (ઉ.વ-૩૪ ધંધો- ફાઇનાન્સ, રહે-હાલ શિવમ વિહાર હાથોજ જયપુર મુળ રહે- ચોમુ ગામ જી-જયપુર રાજસ્થાન)અને આશીષ ગજાનંદ શમાં (ઉ.વ-૩૨ ધંધો-મજુરી રહે-વિહાર-કોલોની કાલવા રોડ જોટવાડા, જયપુર)ને રાજસ્થાનથી ઝડપી લઈ બન્નેમે મહુવા ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા. આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. આર.એ. વાહેર તથા પો.સ.ઈ. વી.બાર આગહ તથા આસી.સબ.ઇન્સ. જે.આર.આહીર તથા હરપાલસિંહ સરવૈયા તથા હેડ કોન્સ. નાજુભાઈ બોળીયા તથા અશ્વીનભાઇ જીજાળા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech