માટીના ઢગલા પર કોઇ કારણસર મૃત્યુ થયાનું તારણ: પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગર ખંભાળીયા હાઇવે મોટી ખાવડીથી આગળ મંદિરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં માટીના ઢગલા પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પડાણા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી. દરમ્યાન મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ લંબાવવામાં આવી છે.
મોટી ખાવડીથી આગળ ખંભાળીયા તરફ જતા રોડ પર મેલડી માતાજીનાં મંદિરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં માટીના ઢગલા પર આશરે 30 થી 35 વર્ષના એક અજાણ્યા પુષ કોઇપણ કારણસર મરણ જતા આ અંગે મોટી ખાવડી ગામમાં રહેતા ટ્રાન્સપોર્ટનાં ધંધાર્થી સુખદેવસિંહ સોઢા દ્વારા મેઘપર પડાણા પોલીસને જાણ કરવામાં આવી હતી.
આથી મેઘપરના હેડ. કોન્સ. એલ.જી. જાડેજા સહિતની ટુકડી દ્વારા આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં કોઇ કારણસર મૃત્યુ થયાનું અનુમાન લગાવીને મૃતદેહને પી.એમ. માટે મોકલી આપવામાં આવ્યો. બીજી બાજુ મરણ જનાર યુવાનની ઓળખ મેળવવા માટે તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech