ઓખા નજીક આવેલા દરિયાકાંઠાના એક વિસ્તારમાં શનિવારે સાંજે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા કોસ્ટ ગાર્ડ દ્વારા તંત્રને કરવામાં આવી હતી. આશરે 40 થી 45 વર્ષની ઉંમરનો અજાણ્યો યુવાન શનિવાર તથા તે પૂર્વેના કોઈપણ સમયે દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની નોંધ કોસ્ટ ગાર્ડના કર્મચારી પ્રતાપદાસ નિરંજનદાસ (ઉ.વ. 49) દ્વારા ઓખા મરીન પોલીસ મથકમાં કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુરના મહાદેવીયા ગામે જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા: બે ફરાર
કલ્યાણપુરથી આશરે 30 કિલોમીટર દૂર મહાદેવીયા ગામના ગરબી ચોક પાસેથી મોડી રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપત્તા વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા હરદાસ રાજશી કરંગીયા, ભોલા મારખી કરંગીયા અને હેમંત હમીર ધ્રાંગુ નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ, કુલ રૂપિયા 6,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન કાના ગગુ કરંગીયા અને જેશા અરસી કંડોરીયા નામના બે શખ્સો ફરાર થઈ ગયા હતા.
ખંભાળિયાના શીરૂ તળાવના લોકમેળામાંથી છરી સાથે શખ્સ ઝડપાયો
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં યોજાયેલા શિરેશ્વર લોકમેળામાંથી પોલીસે શનિવારે સાંજે છરી સાથે નીકળેલા જામનગરના દરબારગઢ - લીંડી બજાર વિસ્તારમાં રહેતા ઓસામા સલીમ જુમા માજોઠી નામના 21 વર્ષના શખ્સને છરી સાથે નીકળતા ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
અન્ય એક કાર્યવાહીમાં દ્વારકા પોલીસે વસઈ ગામ તરફ જતા માર્ગેથી કિશનભા ટપુભા માણેક (ઉ.વ. 25) ને છરી સાથે નીકળતા ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech