મહાકુંભના સંગમ ઘાટ પર થયેલી ભાગદોડમાં 30 શ્રદ્ધાળુના મોત થયાં હતા, જ્યારે 60 લોકો ઘાયલ છે. એમાં મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના મહેશભાઈ સોમાભાઈ પટેલનું પણ મૃત્યુ થયું હતું. મહેશભાઈના મૃતદેહને તેમના વતન લાવવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો અને ગ્રામજનો તેમના અંતિમદર્શન માટે એકત્રિત થયા હતા. જે બાદ મૃતદેહને અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવાયો છે. આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ કડા ગામે આવી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મહેશભાઈની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ ઋષિકેશ પટેલે મૃતક સાથે મહાકુંભમાં જનાર તમામ પરિવારજનો પાસેથી માહિતી મેળવી હતી.
મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયા હતા
વિસનગર તાલુકાના કડા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે રહેતા 65 વર્ષીય મહેશભાઈ તેમના સમાજના લોકો સાથે મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયા હતા. ભાગદોડમાં ઘણા લોકોનાં મોત થયાં હોય મહેશભાઈનું મૃત્યુ આ ભાગદોડમાં થયું હોવાની વાત જાહેર થઈ હતી. જો કે, પરિચિતોના કહેવા મુજબ, એટેક આવવાથી મૃત્યુ થયું હતું. વહીવટી તંત્રના સૂત્રોએ તેમના સંબંધી પાસેથી મળેલી જાણકારી પ્રમાણે તેમને એટેક આવ્યો હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર કડા ગામમાં શોક વ્યાપી ગયો
મહેશભાઈના મોતથી સમગ્ર કડા ગામમાં શોક વ્યાપી ગયો છે. પરિવારે મહેશભાઈના અંતિમસંસ્કાર કડા ખાતે વતનમાં કરવાનું નક્કી કર્યું છે. મહેશભાઈ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા લ હતા. પરિચિતના જણાવ્યા અનુસાર મહેશભાઇનું મૂળ નામ મૂળજીભાઈ હતું. તેઓ મહેશભાઇના હુલામણા નામથી ઓળખીતા હતા. આખા ગામમાં તેમને બધા મૂળજીભાઇના નામથી ઓળખે છે. તેમનો જન્મ કડામાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કડા ખાતે લીધા બાદ વિસનગરમાં કોલેજનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ મુંબઇ ખાતે મફતલાલ ગૃપમાં નોકરી કરવા ગયા હતા. જ્યાંથી તેઓને બેંગ્લોર મોકલ્યા અને ત્યાંથી પાછા મુંબઇ અને ત્યારબાદ સુરત ખાતે ફરજ માટે મોકલ્યા હતા.
15 વર્ષથી મહેશભાઈ સુરતમાં પત્ની સાથે રહેતા
વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા 15 વર્ષથી તેઓ સુરતમાં પત્ની સાથે રહેતા હતા. મહેશભાઇના પરિવારમાં એક દીકરો અને દીકરી છે. મહેશભાઇને બે ભાઇઓ છે અને તેમની પૈતૃક જમીન પણ ગામમાં છે. મહેશભાઇ તેમના સાળા સાથે સુરતથી પ્રયાગરાજ ખાતે ગયા હતા. એક ગ્રામજને જણાવ્યું હતું કે, કડા ગામમાં પટેલ પરિવારના 60 ઘર છે. મહેશભાઈના મૃત્યુની જાણ થતાં ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત પોલીસની સ્ટ્રેન્થ વધારવા ૬ હજારથી વધુ નવી જગ્યાઓ ઊભી કરવામાં આવીઃ DGP વિકાસ સહાય
February 22, 2025 05:43 PMમોડાસામાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રોએ ટુ-વ્હીલર પર જતા યુવકને ઢીબી નાખ્યો, જાણો આખી ઘટના શું છે
February 22, 2025 05:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech