ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ વહેલું જાહેર કરવામાં આવે તેવા સંકેત મળી રહ્યા છે પરિણામે ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયા ખૂબ ઝડપથી આટોપી શકાય તે પ્રકારનું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તા 15થી 20 એપ્રિલ-2024ની વચ્ચે પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
ધો 10, 12 બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે. જેમાં એપ્રિલના બીજા કે ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે. મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા આવશે. વહેલા પરિણામથી એડમિશન પ્રક્રિયા ઝડપી થશે. માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ અપ્રિલના બીજા કે ત્રીજા અઠવાડીયામા આપવાની બોર્ડની તૈયારી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના સમગ્ર માળખામા ફેરફાર કરવાની સાથેસાથે મૂલ્યાંકન કામગીરીમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડના અત્યારના આયોજન મુજબ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ દર વર્ષની સરખામણીએ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે, તા. 15થી 20 એપ્રિલ-2024ની વચ્ચે જાહેર કરી દેવામાં આવશે. બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલુ જાહેર થવાના લીધે ઉચ્ચ અભ્યાસની પ્રવેશ પ્રક્રિયામાં પણ ખૂબ ઝડપ આવશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ પ્રકારની ઘડવામાં આવી છે, જેના કારણે પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવશે તેવો શિક્ષણ વિભાગ દ્વારા દાવો કરાયો છે. બીજી તરફ હવે પરિણામમા જે વિલંબ થતો હતો તેમાં મોટો ઘટાડો કરવાનું આયોજન કરાયું છે. આ વખતે ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી તા.11 માર્ચ-2024થી શરૂ થશે. જેમાં ધોરણ.10 અને 12 સાયન્સની પરીક્ષા તા.22 માર્ચના રોજ અને ધોરણ.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.26મી માર્ચના રોજ પૂર્ણ થશે. એ પછી તા.15થી તા.20 એપ્રિલની વચ્ચે જાહેર કરવાનું આયોજન કરાયું છે. જો આ મુજબ પરિણામ જાહેર થશે તો ગત વર્ષની સરખામણીએ સવાથી દોઢ મહિનો વહેલુ પરિણામ જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application94 કરોડના ખર્ચે જામનગર-સમાણા ફુલનાથ હાઇ-વે પહોળો કરાશે
November 25, 2024 01:50 PMદ્વારકામાં 27 વર્ષની યુવતિનું હૃદયરોગના હુમલાથી નિધન
November 25, 2024 01:45 PMજામનગર સાઇકલીંગ ક્લબના ૪ સાઈક્લીસ્ટો દ્વારા 75 કલાકમાં રેકોર્ડબ્રેક, સતત 1000 કિલોમીટરસાઇકલ ચલાવી
November 25, 2024 12:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech