ખંભાળિયાના ભાજપના કાર્યકરો દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

  • June 05, 2021 01:39 PM 

    વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ સાથે કેન્દ્ર સરકારને સાત વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ કિશાન મોરચો અને ખંભાળિયા તાલુકા યુવા ભાજપ દ્વારા શુક્રવારે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 40 રક્તદાતાઓએ રક્તદાન કર્યુ હતું. 

     આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રી શલેષભાઈ કણજારીયા, કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ સી.આર. જાડેજા, જિલ્લા અગ્રણી હરિભાઈ નકુમ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર, તાલુકા યુવા ભાજપ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, તાલુકા યુવા ભાજપ મહામંત્રી  સાગર સોનગરા, સુરપાલસિંહ ચુડાસમા, વિશ્વરાજસિંહ જેઠવા, કિરીટસિંહ વાઘેલા, અશોકભાઈ કાનાણી, મુકેશભાઈ કાનાણી, મોહિતભાઈ પંડ્યા, વિકિભાઈ રૂઘાણી, નીરવ કવૈયા, અમિતભાઇ જોશી વિગેરે આગેવાનો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS