દ્વારકાના બરડીયા ગામે રક્તદાન કેમ્પ યોજાયો

  • June 08, 2021 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખાથી આમરણ સુધી સાંસદ પૂનમબેન માડમ રક્તદાન કેમ્પનું આહવાન

કેન્દ્ર સરકારના સાત વર્ષ્ના કેન્દ્રીય શાસન પૂર્ણ થયા હોય સાંસદ પૂનમબેન માડમ દ્વારા તાલુકા તેમજ શહેરી વિસ્તારો સહિતના ક્ષ્ોત્રે ઓખાથી આમરણ સુધી બ્લડ ડોનેશન કેમ્પ જેવા પ્રજાલક્ષ્ાી સામાજિક કાર્યો કરવાનું ભાજપ સંગઠનને આહવાન ર્ક્યુ હતું. જે અંતર્ગત તાજેતરમાં દ્વારકા નજીકના બરડીયા ગામે ગ્રામીણ વિસ્તારમાં ભાજપના યુવા સંગઠન આયોજિન બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી સાંસદ પૂનમબેન માડમે જણાવેલ કે ભાજપ માજી ચૂંટણીઓ લડવી અને સત્તા ભોગવવી એજ મંત્ર નથી પરંતુ સત્તાના માધ્યમથી સેવા એજ સંગઠન સત્તાના માધ્યમ દ્વારા લોકોને સરકાર પૂરતો સંતોષ આપી શકે તે અમારું મુખ્ય લક્ષય છે.

માત્ર ચૂંટણી પૂરતું ભાજપ સિમિત નથી. હાલારના છેવાડે આવેલ દ્વારકા તાલુકો આગામી દિવસોમાં પ્રજાલક્ષ્ાી વિવિધ સુવિધાઓ મેળવવામાં મોખરે હશે એ વાત ચોકક્સ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. જામનગરના સુભાષભાઇ જોષ્ાી પરિવારના ધ્વજારોહણમાં સાંસદે હાજરી આપી હતી. બરડીયા ખાતે રક્તદાનના કાર્યક્રમમાં ભાજપના સ્થાનીય અગ્રણીઓ પબુભા માણેક, લુણાભા સુમણીયા, વરજાંગભા માણેક, ધનાભા જડીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS