ખંભાળિયામાં આવતીકાલે રેડક્રોસના ઉપક્રમે રક્તદાન કેમ્પ

  • May 01, 2021 11:02 PM 

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા પ્રવર્તમાન પરિસ્થિતિમાં રક્તની અનિવાર્યતાને ધ્યાને લઇ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત રવિવાર તારીખ 2 ના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અત્રે નગર ગેઇટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે. આ કેમ્પમાં દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવશે. હાલની પરિસ્થિતિમાં રક્તદાન કેમ્પ કરી, પુણ્ય કાર્યમાં સહભાગી થવા રક્તદાતાઓને સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS